Not Set/ મતનુ દાન કરજો, વેંચાણ નહી, વિચારો_અને_વોટ_કરો : વિપક્ષ નેતા પરેશ ધાનાણી

મતનુ દાન કરજો, વેંચાણ નહી, વિચારો_અને_વોટ_કરો : વિપક્ષ નેતા પરેશ ધાનાણી

Gujarat Others

આજ રોજ રાજ્યમાં 6 મહાનગર પાલિકાની 575 બેઠક માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે લોકોને જાગૃત બનીને મતદાન કરવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા અપીલ કરવામાં આવીછે. તેમને પોતાના ટ્વીટર માં સંખ્યાબંધ એક પછી એક ટ્વીટ કરી અને સમાજના માધ્યમ વર્ગ અને સામાન્ય પ્રજાને નડતા પ્રશ્નો પરત્વે પ્રજાનું ધ્યાન દોર્યું છે. અને આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વોટ કરવા અપીલ કરીછે. તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,

“મતનુ દાન કરજો, વેંચાણ નહી,

બેંકિંગ લોન અને હપ્તા ભારેખમ,

દારૂ અને ડ્રગ્સનું દૂષણ ભારેખમ,

રખડતા “ઢોર”ની રંજાડ ભારેખમ,

મિલ્કત માફિયાનો ત્રાસ ભારેખમ,”

 

સરકારી પરિવહનનો ખર્ચ ભારેખમ,

સરકાર કચેરીએ ભ્રષ્ટાચાર ભારેખમ,

સરકારી કાર્યક્રમના તાયફા ભારેખમ,

સરકારી કરવેરાનો કકળાટ ભારેખમ,

 

નાના માણસના ખિસ્સા ખાલીખમ,

ગરીબોના ધરમાં ‘રાશન’ ખાલીખમ,

બંધ ફેક્ટરીમાં રોજગાર ખાલીખમ,

વકરા વગરના વેપાર ધંધા ખાલીખમ,

 

મોંઘવારીની મોકાણે રસોડા ખાલીખમ,

કેરોસીન વિહોણા પ્રાયમસ ખાલીખમ,

મોંઘાદાટ ગેસના સિલિન્ડર ખાલીખમ,

પાણીની અછતથી ગોળા ખાલીખમ,

 

 

શિક્ષક વગરની શાળાઓ ખાલીખમ,

ડોક્ટર વગરના દવાખાના ખાલીખમ,

કર્મચારી વિહોણી કચેરીઓ ખાલીખમ,

આખાયે ગુજરાતની તિજોરી ખાલીખમ,

 

સિંચાઈ વિહોણા ખેતર પડા ખાલીખમ,

સુવિધાઓ વિહોણા ગામડા ખાલીખમ,

એસ.ટી વિહોણા બસ સ્ટેન્ડ ખાલીખમ,

તલાટી વિહોણી “પંચાયત” ખાલીખમ,

 

ઈ-મેમો”ની ઊઘરાણી ભારેખમ,

“માસ્ક”ની દંડનીય લુંટ ભારેખમ,

જીએસટી કરની ઝંઝટ ભારેખમ,

મોંઘી વિજળીના બિલ ભારેખમ,

ખાનગી શાળાઓની “ફી” ભારેખમ,

ખાનગી દવાખાને સારવાર ભારેખમ,

પેટ્રોલ-ડિઝલની મોંઘવારી ભારેખમ,

વ્યાંજકવાદીઓની ચુંગાલ ભારેખમ,

તોય અહંકારી ભાજપ વાળા,

હજીયે શું કામ છે અડિખમ..?

#વિચારો_અને_વોટ_કરો