Crime/ બદલાતા સમયમાં ન બદલાયો દહેજ અત્યાચાર, બાપુનગરમાં થઈ પોલીસ ફરિયાદ

દહેજ લેવું અને આપવું હવે કેટલું ગંભીર મુદ્દો બનતો જઈ રહ્યો છે તે આયેશાના આપઘાત ના કિસ્સા બાદ લોકોને ખ્યાલ આવ્યું કે ભલે અમદાવાદ મેટ્રો સિટી શહેરમાં તેનું નામ સામેલ થઈ ગયું છે. પરંતુ, હજી પણ અમદાવાદીઓની વિચાર ધારા કેટલી હદ તક નીચલી કક્ષાની છે તે આયેશાના પતિએ દહેજ અત્યાચાર ગુજાર્યા બાદ આયશાએ સાબરમતી નદીમાં […]

Ahmedabad Gujarat
દહેજ લેવું અને આપવું હવે કેટલું ગંભીર મુદ્દો બનતો જઈ રહ્યો છે તે આયેશાના આપઘાત ના કિસ્સા બાદ લોકોને ખ્યાલ આવ્યું કે ભલે અમદાવાદ મેટ્રો સિટી શહેરમાં તેનું નામ સામેલ થઈ ગયું છે. પરંતુ, હજી પણ અમદાવાદીઓની વિચાર ધારા કેટલી હદ તક નીચલી કક્ષાની છે તે આયેશાના પતિએ દહેજ અત્યાચાર ગુજાર્યા બાદ આયશાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યા બાદ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો.
આયશાના પતિએ જેવી કરતૂતો કરી તે ખરેખર શર્મનાક ઘટના છે. આવી ઘટના આજના યુગમાં ન બનવી જોઈએ તેમ છતાં બની રહી છે તે ખરેખર માનવતા ની વિરુદ્ધમાં છે
દહેજ ની લાલચ જ્યારે પતિના મગજમાં ભરાય જાય છે ત્યારે તે કેટલી હદ સુધી પોતાની પત્ની સુધી અત્યાચાર ગુજારી શકે છે તેનો  વધુ એક જીવતો ઉદાહરણ અમદાવાદ ના બાપુનગર વિસ્તારમાંથી સામને આવી છે.
રાધિકા બેન ( નામ બદલેલ છે ) ના લગ્ન મેહુલ કુમાર સોની સાથે વર્ષ ૨૦૦૯ માં હિન્દુ રિતી રિવાજ પ્રમાણે મુંબઈ ખાતે થયા હતા. બંને વચ્ચે થોડા સમય સુધી ખુબજ પ્રેમાળ ભર્યો સમય ગુજર્યો હતો. કુદરતની દયાથી તેના ઘરે પારણા બાંધતા એક છોકરાનું જન્મ થયું હતું. લગ્નના ૧૧ વર્ષ બાદ પતિ મેહુલ કુમારે રાધિકા બેન ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું.
જેમાં પતિએ પત્નીને મેણા ટોળા માર્યા હતા કે તે તારા પિયર માંથી કોઈ પણ જાતનું દહેજ લઈને આવી નથી અને આમ કહીને પતિએ પત્ની ઉપર બેલ્ટ વડે જોરદાર માર મારતાં પત્નીને શારીરિક ખુબજ ઈજાઓ પહોંચી હતી.
જેથી ગભરાઈ ગયેલી મહિલાએ પોલીસનો સંપર્ક સાધીને પતિ વિરુદ્ધ દહેજ અત્યાચાર , મારામારી ની ફરિયાદ નોંધાવા માટે બાપુ નગર પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસે તેણી ની ફરિયાદ લઈને કાયદેસરની તપાસ હાથ ધરી છે.