અછત/ પેટ્રોલ-ડિઝલ કરતા પણ આ રાજ્યમાં પીવાનું પાણી મોઘું,જાણો વિગત

સેન્ટ્રલ યંગ મિઝો એસોસિએશન (વાયએમએ) એ પૂરમાં ફસાયેલા આસામના લોકોને લગભગ 15,000 લિટર બોટલનું પાણી પૂરું પાડ્યું છે.

Top Stories India

પેટ્રોલ અને ડિઝલના ભાવને લઈને દેશમાં હોબાળો ચાલી રહ્યો છે ત્યારે પૂરના કારણે આસામમાં પાણીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આસામમાં પૂરના કારણે પીવાનું પાણી ખૂબ મોંઘું થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર, આસામમાં 20 રૂપિયામાં મળતા પાણીની કિંમત હવે 120થી 150 રૂપિયા થઈ ગઈ છે.

 

 

અગાઉ, સેન્ટ્રલ યંગ મિઝો એસોસિએશન (વાયએમએ) એ પૂરમાં ફસાયેલા આસામના લોકોને લગભગ 15,000 લિટર બોટલનું પાણી પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર શુક્રવાર સુધીમાં આસામના કુલ 28 જિલ્લામાં 33.03 લાખ લોકો પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં લોકો માટે આટલી મોંઘી પાણીની બોટલ લેવી મુશ્કેલ બની રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્થિતિ માત્ર સિલચરમાં જ નથી પરંતુ લગભગ દરેક જગ્યાએ આવી સ્થિતિ છે.

મિઝોરમ સરકારે પૂર પ્રભાવિત આસામને પીવાનું પાણી આપવાનો નિર્ણય લીધો હતો અને સીએમ જોરામથાંગાએ પણ તેના વિશે ટ્વિટ કર્યું હતું. મુખ્યમંત્રી ઝોરામથાંગાએ રવિવારે પૂરની સ્થિતિ અંગે તેમના આસામ સમકક્ષ હિમંતા બિસ્વા સરમા સાથે ફોન પર ચર્ચા કરી અને પડોશી રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી મોકલવાની યોજના બનાવી.