Cricket/ ઇંગ્લેન્ડે જાહેર કર્યો 2022નો ક્રિકેટ કાર્યક્રમ,ઇન્ડિયા સામે T 20 અને વન ડે રમશે જાણો પુરો ક્રાર્યક્રમ

ઈંગ્લેન્ડે ઘરેલું કાર્યક્રમ જાહેર કર્યું છે  2022 માં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી સાથે પોતાના ઘરેલુ મેચોની શરૂઆત કરશે

Sports
ઇંગ્લેન્ડે

 ઇંગ્લેન્ડે જાહેર કર્યો 2022નું ક્રિકેટ કાર્યક્રમ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ મેળવી લીધી છે અને હવે બંને ટીમો વચ્ચે છેલ્લો મુકાબલો માન્ચેસ્ટરમાં થશે. બીજી બાજુ, બુધવારે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) તેના 2022 ના ઘરેલુ શેડ્યૂલની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટીમ આગામી વર્ષે ફરી ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે અને આ વખતે વનડે અને ટી -20 માં મુલાકાતી  ટીમનો સામનો કરશે.

ઇસીબી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર, ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સાથે ત્રણ ટી -20 અને ત્રણ વનડે મેચ રમશે. શ્રેણીની પ્રથમ ટી 20 મેચ 1 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી ટી -20 મેચ 3 જુલાઈએ નોટિંગહામ અને 6 જુલાઈએ સાઉધમ્પ્ટનમાં યોજાશે.બાદમાં બન્ને ટીમો ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમશે. જેમાં પ્રથમ વનડે 9 જુલાઇએ બર્મિંગહામમાં, બીજી વનડે 12 જુલાઇએ ઓવલ ખાતે અને ત્રીજી વનડે 14 જુલાઇએ લોર્ડ્સ ખાતે યોજાશે.

ઈંગ્લેન્ડે ઘરેલું કાર્યક્રમ જાહેર કર્યું છે  2022 માં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી સાથે પોતાના ઘરેલુ મેચોની શરૂઆત કરશે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. તમામ ત્રણ ટેસ્ટ મેચ 2 થી 27 જૂન દરમિયાન યોજાશે. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ જુલાઈમાં દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે અને આ દરમિયાન ત્રણ વનડે, ત્રણ ટી 20 અને ત્રણ
ટેસ્ટ શ્રેણી રમાશે.

ઉલ્લેખનીય છે કે  ભારતીય ટીમે અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં યજમાન ટીમ સાથે ત્રણ ટી 20 શ્રેણી રમી છે. આમાં ઈંગ્લેન્ડે બે જ્યારે ટીમ ઈન્ડિયાએ એક શ્રેણીમાં જીત મેળવી છે.

ટી 20 શ્રેણી

પ્રથમ T20: જુલાઈ 1, ઓલ્ડ ટ્રેફોર્ડ

બીજી ટી 20: 3 જુલાઈ, ટ્રેન્ટ બ્રિજ

ત્રીજી ટી 20: 6 જુલાઈ, એજીયસ બાઉલ

વનડે શ્રેણી

પહેલી વનડે: જુલાઈ 09, એજબેસ્ટન

બીજી વનડે: 12 જુલાઈ, ઓવલ

ત્રીજી વનડે: 14 જુલાઈ, લોર્ડ્સ.