Cricket/ ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે વન-ડે સીરીઝની પ્રથમ મેચ પુણેથી શરૂ થવા જઇ રહી છે. ત્યારે હાલમાં બન્ને ટીમનાં કેપ્ટન મેદાને પહોંચી ગયા છે.

Top Stories Sports

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે વન-ડે સીરીઝની પ્રથમ મેચ પુણેથી શરૂ થવા જઇ રહી છે. ત્યારે હાલમાં બન્ને ટીમનાં કેપ્ટન મેદાને પહોંચી ગયા છે. જ્યા ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

https://twitter.com/BCCI/status/1374265869400875009?s=20

પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 23 માર્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ રમાઇ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત વતી, કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને વનડે ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.

ભારત:

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઈંગ્લેન્ડ:

જેસન રોય, જોની બેયરસ્ટો, ઇઓન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મોઈન અલી, સેમ કરન, માર્ક વુડ, આદિલ રાશિદ, ટોમ કરન.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…