Politics/ મુનવ્વર રાણાનાં UP છોડવાના નિવેદન પર BJP એ કહ્યુ- હવે બીજું શહેર કે રાજ્ય શોધો

ઉત્તર પ્રદેશમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજકીય દળો ઉપરાંત ઘણા પ્રખ્યાત લોકો એવી અટકળો લગાવી રહ્યા છેે

Top Stories India

ઉત્તર પ્રદેશમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજકીય દળો ઉપરાંત ઘણા પ્રખ્યાત લોકો એવી અટકળો લગાવી રહ્યા છેે કે આ વખતે યુપીમાં યોગી આદિત્યનાથ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે નહી.

મહિલા અત્યાચાર / નારીને સન્માન UP માં નહી મળેે? રાજ્યમાં વધુ એક દુશાસન જોવા મળ્યો

આપને જણાવી દઇએ કે, પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાએ એક નિવેદનમાં કહ્યુ છેે કે, જો યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી બને છે તો તેમણે ઉત્તરપ્રદેશ છોડવાની વાત કરી હતી. હવે આ અંગે ભાજપનું નિવેદન બહાર આવ્યું છે. ભાજપનાં પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું છે કે, 2022 માં યોગી એકવાર ફરી પરત ફરશે, તેથી મુનવ્વર રાણાને બીજું શહેર કે રાજ્ય શોધવું જોઈએ. ભાજપનાં પ્રવક્તાએ મુનવ્વર રાણા પર રાજકારણમાં ધાર્મિક રંગો ભેળવવાનો આરોપ લગાવ્યો છે. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, જો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં ફરીથી મુખ્યમંત્રી બને છે, તો તેઓ રાજ્ય છોડશે. તેઓ પણ સંમત થશે કે આ રાજ્ય મુસ્લિમોનાં રહેવા માટે યોગ્ય નથી. આ સાથે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી પર પણ તેમણે શાંબ્દિક હુમલો કર્યો હતો. મુનવ્વર રાણાએ કહ્યું કે, ભાજપ અને એઆઈએમઆઈએમ બંને એવા પક્ષો છે, જે ફક્ત એકબીજાની સામે માત્ર દેખાવ માટે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બંને રાજ્યમાં ધાર્મિક લાઇન પર મતનું ધ્રુવીકરણ આપવા માંગે છે. રાણાએ ઓવૈસીની પાર્ટી યુપીમાં ચૂંટણી લડવાના સવાલોનાં મુદ્દે આ વાત કહી હતી.

મહામારીનું સંકટ / વિશ્વમાં કોરોનાથી 40.8 લાખથી વધુ લોકોનાં મોત, ભારતમાં મોતનો આંક ભયાનક

મુનવ્વર રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી લડતા ઓવૈસીની પાર્ટીનો લાભ માત્ર ભાજપને મળશે. તેમણે કહ્યું કે, જો યુપીનાં મુસ્લિમ સમુદાયમાં થોડી બુદ્ધિ હોય તો તેઓ ક્યારેય ઓવૈસીને મત નહીં આપે. લખનઉમાં અલ કાયદાનાં શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ પર સવાલો ઉઠાવતા મુનવ્વર રાણાએ કહ્યું કે, અલ કાયદાનાં નામે બનાવટી કેસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો ઉત્તર પ્રદેશનાં મુસ્લિમો કાયદા અનુસાર જીવી શકતા નથી, તો અલ કાયદા કયા જીવશે? ગુપ્તચર એજન્સી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, નિર્દોષ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. ઘરમાંથી કૂકર ઉઠાવીને બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે. નવી વસ્તી નીતિ અંગે મુનવ્વર રાણાએ સીએમ યોગી પર કટાક્ષ કરતા કહ્યું કે જો મુખ્યમંત્રી યોગીએ લગ્ન કર્યા હોત, તો તેમણે વસ્તી કાયદો લાવ્યા પહેલાં વિચાર કર્યો હોત. તેમણે કહ્યું કે, ભાજપનું એકમાત્ર કામ કોઈપણ રીતે મુસ્લિમોને પજવવાનું છે. પછી ભલે તે રૂપાંતર કાયદો અને વસ્તી નિયંત્રણ કાયદાની વાત હોય કે આતંકવાદનાં નામે ધરપકડ હોય.