Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજ્યના 17 જિલ્લામાં 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન નોંધાયું છે.સૌથી ઓછું તાપમાન નલિયામાં 12 ડિગ્રી, રાજકોટ અને કેશોદમાં 15 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, કંડલામાં 15.7 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, અમદાવાદમાં (Ahmedabad) 18.3 ડિગ્રી, ડીસા અને પોરબંદરમાં 16.4 ડિગ્રી, દીવમાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.5 ડિગ્રી, મહુવામાં 18.3 ડિગ્રી, ભાવનગરમાં 19 ડિગ્રી, વડોદરામાં 19.8 ડિગ્રી અને સુરતમાં 20.2 ડિગ્રી નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે.આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તરાખંડના (Ahmedabad) પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો સૂર્યપ્રકાશ અને સાંજે ફરી ઠંડી વધી રહી છે. તાપમાનમાં વધઘટને કારણે લોકો શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. તાબામાં માઈનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ, કુકુમસેરીમાં માઈનસ 4.1 ડિગ્રી સેલ્સિયસ, કીલોંગમાં માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ અને કલ્પામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સ્વચ્છ હવામાનની આગાહી કરી છે.જોકે, રાત્રે ઠંડી વધુ તીવ્ર બની શકે છે. તેનાથી વિપરીત, ઉનામાં ગઈકાલે 28.2 ડિગ્રી સેલ્સિયસનું ઉચ્ચતમ તાપમાન નોંધાયું છે.
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયું છે, અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાન સૌથી વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યું છે. 12 જિલ્લામાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન નોંધાયું હતું, જેમાં રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું ૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ અને ઇન્દોરમાં ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે, રાજગઢમાં તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

