રાજકોટ/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દરેક કોલેજોના પરીક્ષાને લઈને વ્યવસ્થા ગોઠવવા અને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલનની સૂચના આપવામાં આવી

Gujarat Rajkot

રાજય માં કોરોનાની બીજી  લહેર ઘાતકી જોવા  મળી હતી .જેમના  લીધે  અમુક રાજય માં  પ્રતિબંધ લગાવી દેવામાં  આવ્યો હતો . જે ઘટતા હવે  પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે  તેમજ  જે પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી  તે પણ શરૂ કરવામાં આવી છે . યુનિવર્સિટીના એક્સટર્નલ અને રેગ્યુલરના જુદા જુદા કોર્સના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 40 જેટલા કેન્દ્રો પર કોવિડ-19ની ગાઈડલાઈન સાથે બીએ, બી.કોમ, એલએલબી સહિતની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષાઓની આજથી સવારે 10 વાગ્યાથી શરૂઆત કરવામાં આવી  છે .

આ પણ વાંચો :સોમનાથ મંદિરમાં આજથી હવે શ્રધ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઇ શકશે

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જ્યારે આજથી પરીક્ષા શરૂ થઈ છે ત્યારે સીસીટીવી મોનીટરીંગ દ્વારા દરેક સેન્ટર પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ભાદરવી પૂનમના રોજ ખુલ્લુ રહેશે

બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-2, બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, બી.એ (એક્સટર્નલ) સેમેસ્ટર-2 અને બીએ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, એલએલબી સેમેસ્ટર-2ના જૂના કોર્સની, એલએલબી સેમેસ્ટર-2 વર્ષ 2016ના વિદ્યાર્થીઓની અને એલએલબી સેમેસ્ટર-2ના વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ થઇ છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દરેક કોલેજોના પરીક્ષાને લઈને વ્યવસ્થા ગોઠવવા અને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલનની સૂચના આપવામાં આવી હતી અને તે મુજબ જ પરીક્ષા લેવામાં આવી હતી.

આ પણ વાંચો :સમગ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ