ગુજરાત / સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ભાદરવી પૂનમના રોજ ખુલ્લુ રહેશે

જ્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓને પરત પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. જોકે દર વર્ષે એસટી વિભાગ

    રાજય માં કોરોના ની બીજી લહેર ભયંકર જોવા મળી  હતી જેમાં લાખો લોકો કોરોનામાં   મૃત્યુ પામ્યા હતા . તેમજ  વધતા કોરોના સંક્રમણના લીધે   રાજય માં તહેવારો ટીમાજ ધાર્મિક સ્થળો પણ  પ્રતિબંધ કરવામાં આવ્યો હતો . જે હવે  કોરોના કેસ ઘટતા ફરીથી શરૂ કરવામાં  આવી રહ્યું છે . ત્યારે અંબાજીમાં  ગત વર્ષે કોરોના મહામારીને  લઈ ભાદરવી પૂનમનો મહામેળોમોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ અંબાજીના મેળાને લઈ ભારે અસમંજસતા જોવા મળી રહી છે. જો કે મેળો અને મંદિર બંધ થઈ શકે છે તેવી દુવિધાને લઈ લાખો પદયાત્રીઓએ વહેલા પદયાત્રા  પૂર્ણ કરી છે અને હજી પણ પદયાત્રીઓનો ધસારો અવિરત પણે ચાલુ છે.

જોકે અંબાજી મેળો અને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આવતી કાલથી મેળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પોલીસના કંટ્રોલ રૂમ, પોલીસ વ્યવસ્થાના માચડા, ટ્રાફિક નિયંત્રણના બેરીકેટ, સહિત મોટો પોલીસ કાફલો પણ અંબાજીમાં તૈનાત કરી દેવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વોટરપ્રુફ મંડપ બાંધી દેવાયા છે.

આ પણ વાંચો:- Jamnagar માં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત, પૂરમાં અનેક લોકો ફસાયા; એરફોર્સનું દિલધડક રેસક્યૂ ઓપરેશન

જ્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓને પરત પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. જોકે દર વર્ષે એસટી વિભાગ એક હજાર ઉપરાંત એસટી બસની વ્યવસ્થા ઉભું કરતું હતું તેની જગ્યાએ ચાલુ વર્ષે મેળાની અસમંજસતા વચ્ચે પણ રેગ્યુલર રૂટ ઉપરાંત વધારાની 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે તમામ મેળાઓ મોકુફ રાખવાની ફરજ પડી છે ત્યારે આ વર્ષે પણ ભારદવી પુનમે ભરાતો અંબાજીનો મેળો રદ થયો છે. પરંતુ ભકતોની આસ્થા માટે આ વર્ષે મંદિર ખુલ્લુ રહેશે. માં અંબાના દર્શનાર્થે આવનાર તમામ ભાવિકો અને પદયાત્રીઓ માટેની વ્યવસ્થા મંદિર દ્વારા થઇ ચુકી છે. અંબાજી મંદિરે આ વર્ષે મેળો નહિ ભરાય પરંતુ મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાતા માઇભકતોમાં ખુશી પ્રવર્તી છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment