Surat News: સુરતના નરાધમ સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ (Rape) કરતા ચકચાર મચી ગઈ છે. સાવકા પિતાએ 12 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેણે ઘરમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું. ઘરમાં કોઈ હોય નહી ત્યાં સાવકો પિતા બાળકીને હવસનો શિકાર બનાવતો હતો.
હવસનો ભોગ બનેલી કંટાળેલી સગીરાએ સાવકા પિતાને તેની હવસનો શિકાર બનાવતો વિડીયો બનાવ્યો. સગીરાએ તેની બહેનપણીની મદદથી સાવકા પિતા દુષ્કર્મ કરતા હતા તે વિડીયો બનાવ્યો હતો. વિડીયો બનાવ્યા પછી માતાને બતાવ્યો હતો. તેના પગલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે બળાત્કાર ગુજારનારા નરાધમ રાજુ અજોધ્યાની ધરપકડ કરી હતી. આમ તેના પર પોક્સો લાગશે તે નિશ્ચિત છે
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના
આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો: છોટાઉદેપુરના કવાંટમાં લગ્ન પ્રસંગમાં દેશી તમંચા વડે ફાયરિંગ, યુવાનની કરી અટકાયત
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો
