Not Set/ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી શરીરને થાય છે અનેક નુકશાન, જાણીલો તમે પણ….

મોબાઈલના કારણે ઘરમાં માણસ વધુ ગુસ્સો કરે છે, ઘરમાં ઝગડા થાય છે અને આપણી આંખ અને શરીર માટે તો સૌથી ઘાતક સાબિત થાય છે

Health & Fitness Lifestyle

આજનો યુગ ટેકનોલોજીનો છે. આજના સમયમાં દિવસે ને દિવસે કંઈક નવું આવી રહ્યું છે. જો મોબાઈલ ની વાત કરીએ તો આજે બજારમાં એક પછી એક સ્માર્ટ ફોન આવી આવ્યા છે. કયો મોબાઈલ લવો અને કયો મોબાઈલ ના લેવો તેમાં માણસ વધુ સમય પસાર કરે છે.મોબાઈલ જે આજના સમયમાં ખુબજ જરૂરી છે, મોબાઈલથી તમે ઘરે બેઠા બધુજ કરી શકો છો , પરંતુ આજના સમયમાં ઘણા બધા લોકો મોબાઈલના ગુલામ બની ગયા છે. જયારે પણ કોઈ માણસને થોડો પણ ફ્રી પડે એટલે તરતજ મોબાઈલ વાપરવા લાગે છે. મોબાઈલના કારણે હવે પહેલા જેવા એકબીજા પ્રતે પ્રેમભાવ પણ ઘટી રહ્યો છે.

મોબાઈલના કારણે ઘરમાં માણસ વધુ ગુસ્સો કરે છે, ઘરમાં ઝગડા થાય છે અને આપણી આંખ અને શરીર માટે તો સૌથી ઘાતક સાબિત થાય છે. એવું કહેવાય છે કે આવનારા સમયમાં માનવી જેટલો કોઈ બીમારીથી કે રોગથી હેરાન નહિ થાય એટલો આ મોબાઈલના કારણે શરીર અને મગજને થતા નુકશાનથી હેરાન થશે.

મોબાઈલનો વધુ ઉપયોગ માણસને પાગલ પણ કરી શકે છે. આજે અમે તમને મોબાઈલના ગેરફાયદા વિશે નથી વાત કરી રહ્યા, પરંતુ કેટલાક સંકેતો વિશે તમને જણાવીશું કે સંકેતો અનુભવીને તમારે ક્યારે મોબાઈલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કારણ કે મોબાઈલ હવે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યો છે.નિષ્ણાત કહે છે કે તેમાં કોઈ શંકા નથી કે મોબાઈલ આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. આજે મોબાઈલ વગર પોતાના જીવનની કલ્પના પણ નથી કરી શકતી અને તે હંમેશા તેને પોતાની સાથે રાખવા માંગે છે. પરંતુ આનો મતલબ એવો નથી કે તમે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહો

મોબાઈલના વધુ  પડતાં  ઉપયોગ થીજ્યારે ગરદનમાં દુખાવો થાય છે, હાથમાં દુખાવો થાય, હાથમાં સુન્નતા આવી જાય, હાથમાં ગરમી  પરસેવો અનુભવો, હાથમાં નબળાઈ, અંગૂઠા અને કાંડામાં દુખાવો, ખભા વચ્ચે અથવા ગરદન નીચે પીઠમાં દુખાવો થાય છે.

સ્માર્ટફોનનો કામ શિયાન ઉપયોગ ન કરો. તમને ઘણી રાહત મળી શકે છે, પ્રાણાયામ કરો, યોગ કરો. ગરદન અને કમર સીધી રાખો, માથું નમાવીને મોબાઈલનો ઉપયોગ ન કરો, ગરદન માટે યોગ અને આસનો અથવા કસરત કરો, પ્રકૃતિની નજીક જાઓ, પુસ્તકો વાંચો.

વાસ્તવિક જીવન જીવતા શીખો. વાસ્તવિક દુનિયા વર્ચ્યુઅલ વિશ્વ કરતાં વધુ સારી છે, તે હકીકત સ્વીકારો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.