ટ્વિટર બાદ હવે વ્હોટ્સએપ અને ફેસબુકની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી હાઈકોર્ટે વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને જાહેર CCI એટલે કે ભારતીય પ્રતિસ્પર્ધા પંચની તપાસ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની ફેસબુક દ્વારા 4 જૂને દિલ્હી હાઈકોર્ટની નોટિસ પર સ્ટે માંગવામાં આવ્યો હતો, જેમાં CCI એ ગોપનીયતા નીતિ અંગે વોટ્સએપ પાસેથી માહિતી માંગી હતી. સ્પષ્ટ છે કે હવે વોટ્સએપએ પ્રાઇવસી પોલિસીને લઇને CCI ની તપાસમાં સહયોગ કરવાનો રહેશે, CCI નાં વાંધા પર જવાબ આપવો પડશે. જો કે, આગામી સુનાવણી સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ભાવ વધારો / પેટ્રોલનો ભાવ આ શહેરમાં પહોંચ્યો રૂપિયા 106 ને પાર
દિલ્હી હાઈકોર્ટની બેંચે તેના આદેશમાં કહ્યું – CCI ની તપાસ વિરુદ્ધ WhatsApp ની અરજી બીજી બેંચ સમક્ષ પહેલાથી પેન્ડિંગ છે, જેની સુનાવણી 9 જુલાઈએ થવાની છે. તે ખંડપીઠે CCI ને નોટિસ આપતી વખતે તપાસ અટકવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેથી બેંચનાં સ્ટે માટે કોઈ ઔચિત્ય નથી રહેતુ. જો કે, દિલ્હી હાઈકોર્ટે કહ્યું – અમે DG, CCI ને આગ્રહ કરીશું કે તેઓ ધ્યાનમાં રાખે કે કોર્ટ દ્વારા વ્હોટ્સએપ વિરુદ્ધ તપાસની ન્યાયિક સમીક્ષા કરવામાં આવી રહી છે, જેની સુનાવણી 9 મી જુલાઈએ થવાની છે, એટલે કે કોર્ટે સૂચન કર્યું હતું કે CCI હવે તપાસ ચાલુ રાખશે પરંતુ 9 જુલાઈ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

બેઠક / CMના અધ્યક્ષસ્થાને ‘વનબંધુ કલ્યાણ યોજના-૨” ના ઝડપી અમલીકરણ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક સંપન્ન
WhatsApp અને ફેસબુક તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વે અને મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, ગોપનીયતા નીતિ અને સીસીઆઇ તપાસ વિરુદ્ધનો મુદ્દો પહેલાથી જ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ બધાની વચ્ચે, સીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસને અટકાવવી જોઇએ.આ ઉપરાંત, સીસીઆઈને વ્હોટ્સએપ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતાં અટકાવવી જોઇએ.

