કોરોના વાયરસથી બચવાને લઈને શહેરોથી લઈને ગામડાઓમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, લોકોમાં જાગૃતિ આવી રહી છે, રાજગઢ જિલ્લામાં લક્ષ્યની તુલનામાં દોઢ ગણા કરતા પણ વધુ રસીકરણ કરવામાં આવ્યું પરંતુ, હજી પણ ભૂતકાળમાં રસીને લઈને ફેલાવવામાં આવેલી અફવાઓની અસર ક્યાંકને ક્યાંક જોવા મળી રહી છે. અફવાઓ દરેક જગ્યાએ જોઇ શકાય છે. રાજગઢથી 3 કિલોમીટર દૂર આવેલા પાટનકલા ગામે આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો, જ્યાં રસી ન લગાવવામાં આવે તે માટે એક યુવક એક ઝાડ પર ચઢી ગયો હતો અને ત્યાં સુધી ઉતર્યો ન હતો જ્યાં સુધી રસી પૂર્ણ ન થઇ ગઈ.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના 9677 નવા કેસ, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી વધી ચિંતા
કોરોના રસીનો ભય
આપને જણાવી દઈએ કે, આરોગ્ય વિભાગની ટીમ રસીકરણ માટે અહીં પહોંચી હતી. ગામના લોકોને રસીકરણ કેન્દ્ર પર રસી લેવા બોલાવાયા હતા. ગામનો રહેવાસી કંવરલાલને પણ રસી માટે રસીકરણ કેન્દ્ર લાવવામાં આવ્યો હતો. પરંતુ રસીકરણ ટીમને જોઇને તેણે રસી લેવાની ના પાડી. રસીનો ડર તેના મગજમાં એવો હતો કે તે રસીકરણ કેન્દ્ર નજીક ઝાડ પર ચઢી ગયો અને ત્યાં સુધી ઝાડ પર બેસી રહ્યો જ્યાં સુધી રસી ખત્મ ન થઇ ગઈ.

આ પણ વાંચો :અવરોધ ઘણા મુદ્દાઓ પર ચાલુ,WMCCની બેઠકમાં LAC પર શાંતિ જાળવવા સંમતિ
પત્નીનું આધારકાર્ડ લઈને ચઢ્યો ઝાડ પર
યુવકના મનમાં એવો ડર હતો કે રસીકરણને લીધે તાવ આવે છે અને તે ઘણી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ કારણે તે રસી લેવાનું ટાળી રહ્યો હતો. તેણે ન તો પોતે રસી લગાવી અને ન તો તેની પત્નીને રસી લગાવવાની મંજૂરી આપી. યુવક લાંબા સમય સુધી ઝાડ પર ચઢીને બેસી રહ્યો, ત્યારબાદ જ્યારે તેને જાણ થઈ કે ગામમાં રસીકરણ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તે ઝાડ પરથી નીચે આવ્યો. હાલમાં, તે અને તેની પત્નીને રસી લગાવી નથી.
આ પણ વાંચો :પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા લંબાવાઈ
પાટનકલા ગામમાં રસીકરણ અંગે ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રસીકરણ માટે મોટી સંખ્યામાં લોકો રસીકરણ કેન્દ્ર પર પહોંચી રહ્યા હતા. ખુજનેરના BMO ડોક્ટર રાજીવ હરિઓદે જણાવ્યું હતું કે જે વ્યક્તિ રસી નથી લગાવી રહ્યો છે તે ડરથી ભાગી રહ્યો છે. અમારી ટીમ સમજાવવા માટે તેના ઘરે પહોંચશે, ચોક્કસ તે રસી વિશે જાગૃત કરશે અને રસી લગાવશે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસની સગાઇલીલાથી ચિટરોને લીલા લહેર, કરોડોનું બૂચ મારતા મિ.નટવરલાલ બન્યા બિન્દાસ્ત
