- સુરત : 2231 નંબરનો કેદી બન્યો ફેનિલ ગોયાણી
- ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં મળી છે ફાંસીની સજા
- ફાંસીની સજા મળ્યા બાદ નવો કેદી નંબર અપાયો
- હાલ ફેનિલને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રખાયો
- આવતીકાલે પાકા કામના કેદીની પ્રક્રિયા પૂર્ણ કરાશે
- ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રખાશે
સુરતના ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળી છે. ફાંસીની સજા મળ્યા બાદ ફેનિલને નવો કેદી નંબર અપાયો છે. ફેનિલ ગોયાણી 2231 નંબરનો કેદી બન્યો છે. હાલ ફેનિલને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. આવતીકાલે પાકા કામના કેદીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. જ્યાં ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રાખવામાં આવશે.
અત્રે નોધનીય છે કે ગ્રીષ્મા હત્યાકેસમાં ગતરોજ ગુરુવારના દિવસે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસના ચુકાદાને ગ્રીષ્માના પરિવાર સહિત લોકોએ પણ આવકાર્યો હતો. તો સમયસર ન્યાય મળ્યાનો સંતોષ પણ આંખોમાં જોવા મળતો હતો.
આ ચુકાદાથી આરોપી ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખે જણાવ્યુ હતું કે તેઓ કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ટ નથી. હાઈકોર્ટમાં અપીલ કરીશું. કોર્ટે ચુકાદામાં કેટલીક રજૂઆતો-પુરાવાઓ ધ્યાને ન લીધા હોવાની વાત જણાવી હતી.
હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળશે
ગ્રીષ્માના પરિવારને ઘટનાના માત્ર 81 દિવસમાં ન્યાય આપી દેવામાં આવ્યો છે. ત્યારે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળશે. આ અંગે ગૃહરાજ્યમંત્રીએ ખુદ ટ્વીટ કરી માહિતી આપી છે.
હું મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને ગ્રીષ્માના માતા-પિતાને વંદન કરવા જવાનો છું: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી@sanghaviharsh #Gujarat #surat #grishmavekariya pic.twitter.com/nqAw9gh8AL
— Harsh Sanghavi Office (@Harsh_Office) May 5, 2022
કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ફાંસીની સજા ફટકારી
સુરતના ચકચારી એવા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ચાલતી આ ટ્રાયલમાં કોર્ટ દ્વારા 105 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 105 સાક્ષીઓની જુબાની સાથે આરોપી દ્વારા સરાજાહેર હત્યા કરતા પહેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે ચુકાદમાં જાહેરમાં લોકોમાં ડર પેદા કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાથી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે લીધો હતો. આ કેસમાં કોર્ટે કેટલીક મહત્વની વસ્તુઓ ટાંકી હોવાથી ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્મા વેકરિયા કેસમાં આરોપીની ધરપકડ બાદ માત્ર પાંચ દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા પણ આ કેસમાં રોજીંદી ટ્રાયલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આશરે 500 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.
