દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. ગાઝીપુર બોર્ડર પર વિરોધ પક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. હકીકતમાં, ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પ્રધાન અમિત વાલ્મિકી નિમણૂક પછી પ્રથમ વખત ગાઝિયાબાદ આવી રહ્યા હતા. યુપી બોર્ડર પર દિલ્હીથી આવી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકરો તેમનું સ્વાગત કરવા ત્યાં એકઠા થયા હતા, તેનો કાફલો ત્યાં પહોંચતાની સાથે જ કાર્યકરોએ તેમનું સ્વાગત કરવાનું શરૂ કર્યું, ત્યારે જ બીજી બાજુના ખેડુતો કાળા ધ્વજ સાથે ત્યાં પહોંચ્યા અને ત્યાં નાસભાગની પરિસ્થિતિ ઉભી થઈ.
આ ઘટનાનો જે વીડિયોમાં સામે આય્ચે જેમાં વિરોધ કરી રહેલા ખેડુતો ભાજપના નેતાઓના વાહનો ઉપર હુમલો કરતા નજરે પડે છે. વિરોધ કરી રહેલા ખેડૂતોના આક્રમણ બાદ ભાજપ નેતા અમિત વાલ્મિકી કોઈક રીતે પોતાની કાર લઇને ભાગ્યા હતા, પરંતુ તે પછી પણ ખેડુતોએ નજીકના વાહનો ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને ઘણા વાહનો તોડી નાખ્યા હતા.
આ પણ વાંચો :લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ
ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, નેતાનું સ્વાગતમાં ઉભા રહ્યા હતા. તે દરમિયાન રાકેશ ટિકૈત પોતાના માણસો સાથે આવ્યા અને તેમના હાથમાં લાકડીઓ હતી. ત્યારબાદ તેમણે તોડફોડ કરી હતી. આ સાથે જ ગાઝિયાબાદ મહાનગરના ઉપાધ્યક્ષ રનીતા સિંહે જણાવ્યું હતું કે, અમે કોરોનાના નિયમોનું પાલન કરી નેતા અમિત વાલ્મિકી ના સ્વાગતમાં શાંતિપૂર્ણ રીતે ઉભા હતા. તે દરમિયાન જ રાકેશ ટિકૈત તેમના ગુંડા સાથે આવીને અમારી મહિલાઓ સાથે મારામારી કરી હતી. તે દરમિયાન મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી.
આ પણ વાંચો :અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ
ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કાર્યકર્તાઓ આંદોલન સ્થળ પર પહોંચીને ખેડૂતોને અપશબ્દો કહી રહ્યા હતા અને ખેડૂતો સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે દરમિયાન ખેડૂતો અને તેમની વચ્ચે મારામારી થઈ હતી. તો ગાઝીપૂર આંદોલન કમિટીના સભ્ય અને ખેડૂત નેતા જગતાર સિંહ બાજવાએ કહ્યું હતું કે, ગાઝીપૂર બોર્ડર પર થયેલી ઘટના ખેડૂત આંદોલનને તોડવા અને બદનામ કરવા ભાજપે ષડતંત્ર રચ્યું હતું, જે અંતર્ગત ભાજપના નેતાઓએ જાતે જ પોતાની ગાડીઓના કાચ તોડ્યા હતા. જોકે, ભાજપને આંદોલન તોડવામાં સફળતા નહીં મળે.
આ પણ વાંચો :નવજોતસિંહ સિદ્ધુએ કરી પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત, શું પંજાબ કોંગ્રેસનો વિવાદ થશે હલ?
આ ઘટના અંગે ભારતીય કિસાન સંઘ વતી કહેવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકરો ફ્લાય વેની વચ્ચે ગાજીપુર બોર્ડર પરના પ્લેટફોર્મ નજીક મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને નેતાનું સ્વાગત કરવાના બહાને ઢોલ વગાડીને આંદોલન વિરોધી નારા લગાવ્યા હતા. લાકડીઓ વડે હુમલો કર્યો. જેમાં ખેડૂત ઘાયલ થયા હતા. ખેડૂત સંઘે કહ્યું કે ભાજપ હવે હિંસાથી આંદોલન તોડવા માંગે છે, તેનું ઉદાહરણ છે કે આજે ગાજીપુર બોર્ડર પર ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી હિંસા.
