- જામનગરમાં મોડી રાત્રે સર્જાયા ફિલ્મી દ્રશ્યો
- રાત્રી કર્ફ્યુ દરમિયાન સ્કોર્પિયો કારએ પોલીસ બેરીકેટ તોડી
- કાર ચાલક બેરીકેટ તોડી થયો ફરાર
- પોલીસકર્મી તેમજ હોમગાર્ડ જવાનનો આકસ્મિક બચાવ
- પોલીસે ફિલ્મી ઢબે કર્યો કારનો પીછો
- જયંત સોસાયટી નજીક કાર વીજ થાંભલા સાથે અથડાઈ
- સોસાયટીમાં વીજળી ગુલ થતા અંધારપટ્ટ
- કારચાલક કાર છોડી થયો ફરાર
- પોલીસે કારને ટોઇંગ કરી પોલીસ મથકે લઈ જવાઈ
- કારચાલકની શોધખોળ હાથ ધરી
રાજ્યમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે રાત્રિ કર્ફ્યુ લાગુ છે. સતત વધી રહેલા કેસને કારણે લોકોમાં ફફડાટ પણ પૈદા થઇ ગયો છે. રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યા બાદ પોલીસ સતત મહાનગરોમાં તૈનાત થઇ નિયમને લાગુ કરાવી રહી છે. આ વચ્ચે જામનગરમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન એક ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર / ચોટીલા થાન રોડ ઉપર થયેલી આંગડિયા પેઢી નો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ઉકેલ્યો.
આપને જણાવી દઇએ કે, જામનગરમાં પણ કોરોનાનાં કેસમાં વધારો થયો છે. જેને લઇને અહી પણ રાત્રિ દરમિયાન કર્ફ્યુ લાગુ કરવામાં આવેલ છે. ગત રાત્રિએ પોલીસકર્મી તેમજ હોમગાર્ડનાં જવાનો શહેરમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કર્ફ્યુને લાગુ કરાવવા રસ્તાઓ પર બેરીકેટ લગાવ્યા હતા. પરંતુ આ દરમિયાન એક સ્કોર્પિયો કાર ફિલ્મી સ્ટાઇલમાં આવીને બેરીકેટ તોડી ફરાર થયો હતો. આ હાદસામાં પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનોનો આકસ્મિત બચાવ થયો હતો. આ બાદ પોલીસે પણ ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. ત્યારે પોલીસને પાછળ જોઇ કાર ચાલકે તેની કારની ઝડપ વધારી પરંતુ તે વધારે આગળ ન જઇ શક્યો અને નજીકમાં એક જયંત સોસાયટી નજીક વીજ થાંભલે તેની કાર અથડાઇ હતી. જે બાદ જયંત સોસાયટીની વીજળી ગુલ થઇ ગઇ હતી. જેનો લાભ ઉઠાવી કાર ચાલક કાર છોડી ત્યાથી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો – કોરોના અપડેટ / દેશમાં કોરોના બેકાબૂ,છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ,277 દર્દીના મોત
જો કે પોલીસે તેને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે અચાનક જ ગુમ થઇ ગયો હતો. બાદમાં પોલીસે કારને ટોઇંગ કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. જો કે હવે કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
