Ahmedabad News : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ચાલતી જ્ઞાનોદય સ્કુલને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ સ્કૂલ જમાલપુર વિસ્તારમાં હતી અને ત્યારબાદ સ્કૂલની બિલ્ડીંગ જર્જરિત થઈ જતા, આ શાળાને વસ્ત્રાલ ખાતે 2018માં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ બે વર્ષની મંજુરી બાદ પણ હજુ સુધી શાળાને તેના મુળ સ્થાને પરત લાવવામાં આવી નથી. જેને પગલે શાળાની માન્યાતા રદ્દ કરવાની ભલામણ કરવામાં આવી છે.
જોકે અનેક ભલામણો હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં જ્યાં કોમ્પલેક્ષમાં શાળા આવેલી છે, તે કોમર્શિયલ કોમ્પલેક્ષ છે અને સુવિધાઓને અભાવે તેની માન્યતા રદ્દ કરવામાં આવવી જોઇએ તેવી માગ કરવામાં આવી છે. બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા આ બાબતોને લઈને બિલ્ડીંગના માલિક પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. આ પ્રકારની શાળાની ફરિયાદ મુદ્દે અગાઉ DEO દ્વારા પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે જ્ઞાનોદય શાળા સામે પગલા કેમ લેવામાં આવ્યા નથી તે સવાલ ઉઠ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ હાલ તો જ્ઞાનોદય સ્કૂલને નોટિસ ફટકારી છે અને આ મામલે જવાબ માગ્યો છે.
બીજી તરફ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને પણ નોટિસ ફટકારવામાં આવી છે. સ્કૂલના પ્રાથમિક વિભાગને DEO બાદ FRCએ નોટિસ ફટકારી છે. નિયત ધારાધોરણ કરતા વધુ ફી વસૂલતા નોટિસ ફટકારવામાં આવી છે. FRC દ્વારા વધારાની લીધેલી ફી પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલે 22,000ને બદલે 39,000 રૂપિયા ફી વસૂલી હતી. નવા શૈક્ષણિક સત્રમાં પણ નિયમ મુજબ ફી લેવા સૂચના અપાઈ છે. FRCના નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ DEOએ નોટિસ આપીને ખુલાસો માગ્યો હતો.
આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો
આ પણ વાંચો:મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત
આ પણ વાંચો:મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા
