murder case/ પંજાબના સિંગર સિદ્વુ મુસેવાલાની હત્યા બાદ હત્યારોએ જાણો શું કર્યું…..

આ વીડિયોમાં શૂટર્સે મુસેવાલાની હત્યા કર્યા બાદ જશ્ન મનાવ્યો હતો,અને બંદૂક હવામાં લહેરાવી હતી

Top Stories India

પંજાબના મશહુર સિંગર સિદ્વુ મુસેવાલાની હત્યા કર્યા બાદ  હત્યારાઓએ એક વીડિયો બનાવ્યો હતો,હવે તે સામે આવ્યો છે. આ વીડિયોમાં શૂટર્સે મુસેવાલાની હત્યા કર્યા બાદ જશ્ન મનાવ્યો હતો,અને બંદૂક હવામાં લહેરાવી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે હત્યા બાદ ખુશી મનાવતા જોવા મળે છે. વીડિયોમાં કાર ચલાવતા દેખાતા વ્યક્તિનું નામ કપિલ પંડિત છે. તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું નામ પ્રિયવ્રત ફૌજી છે. પાછળ ડાબી બાજુ બેઠેલા વ્યક્તિનું નામ સચિન ભિવાની છે અને વચ્ચે બેઠેલાનું નામ અંકિત સિરસા છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત સિરસાએ સિદ્ધુ મુસેવાલા પર બંને હાથ વડે ફાયરિંગ કર્યું હતું. અંકિત સિરસા હાલમાં સાડા અઢાર વર્ષનો છે અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેમની ધરપકડ કરી છે.

 

 

અંકિત સિરસા પર પહેલીવાર કોઈની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે.  ફિલ્મી સ્ટાઈલમાં બંને હાથમાં પિસ્તોલ લહેરાવી રહ્યો છે તે જ રીતે બંને હાથમાં આ બંદૂક લઈને તેણે મૂસેવાલા પર ગોળીઓ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અંકિતે મુસેવાલા પર સૌથી વધુ ગોળીઓ ચલાવી હતી.

 

પોલીસે અંકિતની સાથે સચિન ભિવાનીને પણ પકડ્યો છે, જે તસવીરમાં દેખાય છે, અંકિત સિરસાની ડાબી બાજુ બેઠો છે. મુસેવાલાને માર્યા પછી જ્યારે તે કારમાં ફરતો હતો ત્યારે તે જે મ્યુઝિક વગાડતો હતો અને ગીત આ વાગતું હતું  ‘રબને મહેર કરદી જો જાટ મશહુર થઇ ગયા..આજ બુરે દિનો સે જાટ દૂર હો ગયે