ગુજરાત ખાતે આજથી RSSની ત્રિદિવસીય સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સંઘની ભગિની સંસ્થાઓના રાષ્ટ્રીય હોદ્દેદારો હાજર રહેશે. અને સામાજિક તેમજ સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. તો સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ હાજર રહેશે. બેઠકમાં શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દે, વર્તમાન રાજકીય પરિસ્થિતિ, રામ મંદિર મુદ્દે, સાથે બંગાળ ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકમાં તમામ સંગઠનોની કામગીરીની સમિક્ષા કરવામાં આવશે. તો સાથે આગામી સમયમાં થનારા કામ અંગે પણ ચર્ચા કરાશે.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ભાગ લેવા માટે સંઘના વડા મોહન ભાગવત રવિવારે અમદાવાદમાં આગમન કરી ચુક્યા છે અને 5થી 7 જાન્યુઆરી દરમિયાન આ બેઠક યોજાશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ગઈ કાલે અમદાવાદ આવી પહોચ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર 3 દિવસીય બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
