તાઉ-તે વાવાઝોડું ભલે અમદાવાદ અને ગુજરાતમાંથી પસાર થઇ ગયું પરંતુ તેની વિનાશકતા આજે પણ અમદાવાદમાં જોવા મળી હતી. વાવાઝોડા દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ અને જોરદારપવન ફૂંકાયો હતો. જેમાં અનેક સ્થળોએ વૃક્ષો અને હોર્ડિંગ પડવાની ઘટના સામે હતી.
તો આજે પણ સાંજના સમયે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાજીના ધાબા પાસે પાંચ માળનું બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ ગણતરીની સેકન્ડમાં જ ધરાસાયી થઈ ગયું હતું. અને તેના વિડીયો લોકોએ કેમેરામાં કેદ કર્યો છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કર્યો છે. બિલ્ડિંગ પડી ત્યારે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે.

સદનસીબે ઘટના બની તે પહેલા જ બિલ્ડીંગ ના તમામ રહીશો બહાર નીકળી ગયા હતા. જેથી આ ઘટનામાં કોઈ જાન હાની થઇ નથી. પરંતુ આ ઘટનાને નજરો જોનારામાં લોકોમાં ઘટનાને લઇ ડર ફેલાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બિલ્ડીંગમાં રહેતા કેટલાક લોકોને મામુલી જર્ક નો અહેસાસ થયો હતો. અને સ્ટ્રક્ચર એન્જીનીયર ને બોલાવી સ્ટ્રક્ચર ચેક કરાવ્યું હતું. પણ પરિવારના લોકો અગમચેતીના ભાગરૂપે બધા બહાર નીકળી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે તેમાં કોઈ હાજર ન હતું.
