તહેવારોના સમયમાં રાજ્યના સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના રામનાથપરા સ્થિત ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં દૈનિક 10 થી 12 ક્વિંટલ સુધીની ફૂલોની આવક થતી હોય છે. તેની સામે દિવાળીના તહેવાર સમયે આ આવક ત્રણ ગણી વધી છે. ફૂલ બજારના વેપારી જણાવ્યું કે કોરોનાકાળ દરમિયાન ફૂલો પકવતા ખેડૂતો માટે ખૂબ કપરો સમય હતો. પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે અને તહેવારોનો સમય આવ્યો છે, તેવામાં ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ફૂલોની આવક તો ડબલ થઇ છે, પરંતુ તેના ભાવ પણ ડબલ થઈ ગયા છે. હાલ બજારમાં ફૂલોનો ભાવ ₹ ગલગોટા 70-80 પ્રતિ કિલો નોંધાઈ રહ્યો છે. જયારે ગુલાબ 400 થી 500 રૂપિયા નોંધાઈ રહ્યો છે.

દિવાળી ઉપર કમળની ડિમાન્ડ પણ વધતી હોય છે. દિવાળીના તહેવાર સમયે આ આવકમાં ત્રણ થી ચાર ગણી થઈ ગઈ છે, જે દિવાળીના 3-4 દિવસ સુધી યથાવત રહેતી હોય છે. ફૂલ બજારમાં માત્ર ફૂલોની આવક જ નહીં, પરંતુ તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે તહેવારોના સમયમાં ફૂલોની માંગ વધી જતી હોય છે. તેમજ વરસાદના કારણે ગુલાબના ફૂલનો પાક નષ્ટ થયો છે, જેના કારણે તેના ભાવ વધુ જોવા મળી રહ્યા છે.

ફૂલ બજારના ઉપપ્રમુખ હિમાંશુ કાનગડ કહેવું છે કે ધનતેરસ અને દિવાળીના પૂજનમાં તથા વિવિધ પ્રકારના ડેકોરેશનમાં ફૂલોની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેને લઇને ફૂલોના ભાવ હોલસેલ માર્કેટમાં ડબલ થયેલા જોવા મળી રહ્યા છે. રાજ્ય અને બીજા રાજ્યો થી ફૂલો આવી રહ્યા છે ત્યારે ગયા વર્ષમાં કોરોનામાં જે વેપાર થયો નહોતો થયો તે હાલ બજારમાં તેજી દેખાઈ રહી છે ફુલ બજારમાં દિવાળીના સમયમાં મુખ્યત્વે ગલગોટા અને ગુલાબ અને કમળ ફૂલોની માંગ રહેતી હોય છે.
કોરોના / કોરોના સામે વધુ એક મોટું હથિયાર, બ્રિટનમાં મર્કની ગોળીના ઉપયોગને મંજૂરી
દારૂખાનાનો ઈતિહાસ / ફટાકડાનો ઇતિહાસ છે રસપ્રદ, વિશ્વમાં ફટાકડાનો ઇતિહાસ ચીન સાથે છે સંકડાયેલો
