કલ્પના કરો કે જો તમે કોઈ અગત્યના કામથી બહાર ગયા અને બળજબરીથી પકડીને તમારા લગ્ન કરાવી દેવામાં આવે તો કેવું હશે. બિહારના બેગુસરાયથી આવા જ એક લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોકટર સારવાર માટે નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું અપહરણ થયું હતું. આ પછી ડોક્ટરને એક મંદિરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા. આ આશંકાના આધારે યુવકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ડોક્ટરની શોધમાં અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
વાસ્તવમાં આ મામલો બેગુસરાય જિલ્લાના પીધૌલી ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં સોમવારે પશુ ચિકિત્સક સત્યમ કુમાર ઝા પશુઓની સારવાર માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ બે દિવસ બાદ પણ તે ઘરે પરત ફર્યો નથી. આ દરમિયાન યુવકના પિતા સુબોધ કુમાર ઝાના મોબાઈલ પર એક વીડિયો આવ્યો, જે તેણે પોલીસને બતાવ્યો, જેમાં તેનો પુત્ર સત્યમ લગ્ન કરતો જોવા મળી રહ્યો છે. સત્યમ સાથે એક છોકરી બેઠી હતી. પંડિત મંત્રનો પાઠ કરી રહ્યા હતા. આસપાસ લોકોની ભીડ હતી. લગ્નની વિધિઓ કરવામાં આવી રહી હતી. વીડિયો જોયા બાદ પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા હતા.
Bihar | A veterinarian was abducted and forcibly married in Begusarai
"He was called around 12pm to check on a sick animal, after which 3 people kidnapped him. Everyone in the house was worried after which we went to the police.” said a relative of the victim (14.06) pic.twitter.com/OYA1lQWoBi
— ANI (@ANI) June 15, 2022
પોલીસને જણાવતા સત્યમના પિતા સુબોધ ઝાએ આરોપ લગાવ્યો હતો કે હસનપુર ગામના વિજય સિંહે સત્યમનું અપહરણ કરીને તેના લગ્ન કરાવ્યા હશે. જો કે પોલીસે હજુ સુધી આ મામલે કંઈ કહ્યું નથી. તેમનું કહેવું છે કે યુવક સામે આવે તે બાદ કંઈક ખબર પડશે. તે કપટપૂર્ણ લગ્ન હોઈ શકે છે અથવા તે પ્રેમ પ્રકરણ પણ હોઈ શકે છે.
મામલાની તપાસ કરી રહેલા એસપી યોગેન્દ્ર કુમારે કહ્યું કે સત્યમને મળ્યા બાદ જ આખો મામલો સ્પષ્ટ થશે કે સમગ્ર મામલો શું છે. પરિવારજનોએ ફરિયાદ કરી છે જેના આધારે અમે તબીબને શોધવા માટે સ્થળે સ્થળે દરોડા પાડી રહ્યા છીએ. આ સાથે અમે લગ્નના વીડિયોનું સત્ય પણ શોધી રહ્યા છીએ. તે ક્યારે બનાવવામાં આવ્યું હતું અને તે ક્યાંથી છે? પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, ટૂંક સમયમાં તેનું સત્ય બહાર આવશે.
આ પણ વાંચો:વિદેશી મુડીરોકાણમાં આ રાજ્યએ મારી બાજી,જાણો ગુજરાત ક્યાં સ્થાને
આ પણ વાંચો: રાષ્ટ્રપતિની ચૂંટણી પર આજે વિપક્ષની બેઠક, કોંગ્રેસની હાજરીના વિરોધમાં KCRની પાર્ટીએ બહિષ્કાર કર્યો
આ પણ વાંચો: સરકારી પીજી મેડિકલ વિદ્યાર્થીઓની હડતાળ, નિર્ણય ન આવે તો 16મીથી ઈમર્જન્સી સેવા પણ બંધ કરશે
