- ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલ એઝાઝખાનને કોરોના
- એકટર એઝાઝખાનને કોરોના થતાં કરાયા દાખલ
- હોસ્પિટલમાં કોરોનાની કરાઇ સારવાર
- હવે NCBની ટીમનો કરાશે કોરોના ટેસ્ટ
બોલિવૂડ એક્ટર અને બિગ બોસનો પૂર્વ સ્પર્ધક એજાઝ ખાન તેની ધરપકડ બાદ હવે કોરોના સંક્રમણનો શિકાર બન્યો છે. અભિનેતા એજાઝ ખાનનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર તપાસ એજન્સી એનસીબી (નાર્કોટિક્સ કોન્ટ્રો બ્યુરો) એ માહિતી આપી છે કે ખાનને હવે એક હોસ્પિટલમાં ખસેડાયો છે. આપને જણાવી દઇએ કે, 30 માર્ચે એનસીબીએ એજાઝ ખાનની અટકાયત કર્યા બાદ ધરપકડ કરી હતી. ખાનની મુંબઈ એરપોર્ટ પર આવતા જ અટકાયત કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર / મુંબઈમાં લોકડાઉનનો ડર એકવાર ફરી પ્રવાસી મજૂરોમાં મળ્યો જોવા, પરત ફરી રહ્યા છે ઘરે
આપને જણાવી દઈએ કે, 30 માર્ચે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ ડ્રગ સંબંધિત કેસમાં બોલિવૂડ અભિનેતા અને બિગ બોસનાં પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની ધરપકડ કરી હતી. 31 માર્ચે એનસીબીનાં વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અગાઉ 30 માર્ચે એનસીબીએ ખાનને મુંબઇ એરપોર્ટ પહોંચતા અટકાયતમાં લીધો હતો. ડ્રગનાં કેસમાં તસ્કર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન ખાનનું નામ સામે આવ્યું હતુ. આ પછી બટાટાની ધરપકડ કરવામાં આવી હતી.
Actor Ajaz Khan, who was arrested by Narcotics Contro Bureau (NCB) in a drug case, has tested positive for COVID-19. He is being shifted to a hospital. The officer involved in this probe will also undergo COVID test: NCB
(file photo) pic.twitter.com/a5nDB7xpGH
— ANI (@ANI) April 5, 2021
ગુજરાત: વડોદરામાં હોસ્પિટલની બેદરકારીથી કોરોના દર્દીનું મૃત્યુ થયુ, પરિવારનો આરોપ
એનસીબીએ ખાનની દક્ષિણ મુંબઈની ઓફિસમાં પૂછપરછ કરી હતી અને 30 માર્ચની રાત્રે તેમનું નિવેદન નોંધ્યું હતું અને 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. કોર્ટે અભિનેતાને 3 એપ્રિલ સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ મામલે એનસીબીનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમે મંગળવારે ઉપનગરીય વિસ્તારો અંધેરી અને લોખંડવાલામાં દરોડા પાડ્યા હતા. મંગળવારે એનસીબી ઓફિસમાં પ્રવેશતા પહેલા મીડિયાકર્મીઓ સાથે વાત કરતા ખાને કહ્યું હતું કે, તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી અને તેઓ પોતે એજન્સીનાં અધિકારીઓને મળવા આવ્યા છે. અભિનેતાએ બોલિવૂડની કેટલીક ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
