અછત/ જીએમએસસીએલ એ સોલા સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસના ઇન્જેકશન મોકલાવ્યા

સોલા સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસિના ઇન્જેકશન આવ્યા

Gujarat

ગુજરાતમાં કોરોના કહેર ઓછો થતો જાય છે પરંતુ કોરોનાથી સાજા થયા બાદ મ્યુકોરમાયકોસિસ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ માં  સરકાર દ્વારા મ્યુકોરમાયકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. મ્યુકોરમાયકોસિસના કેસ વધતાં ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યો છે.  સરકારી હોસ્પિટલોમાં છ જુદી જુદી ફાર્મા કંપનીઓના ઇન્જેક્શન મળી રહેશે જેની કિંમત 5323થી માંડીને 6247 રૂપિયા સુધી નક્કી કરાઇ છે.

અમદાવાદ સોલા સિવિલને 100 ઇન્જેક્શન જીએમએસસીએલ   દ્વારા આપવામાં આવ્યા છે. 40 ઇન્જેક્શન સોલા સિવિલ દ્વારા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયા છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે આવનાર અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલના દર્દીના સગાને ઉપલબ્ધ સ્ટોક મુજબ ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવશે. સોલા સિવિલ તરફથી દર્દીના સગાને ઇન્જેક્શન મેળવવામાં કોઈ સમસ્યા ના થાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.