mars/ મંગળ ગ્રહ પર ધરતીનો વધુ એક મહેમાન પહોચી ગયો છે..

મંગળ ગ્રહ પર ધરતીનો વધે એક મહેમાન પહોચી ગયો છે..

Trending Mantavya Vishesh

ફરી એકવાર મનુષ્યએ મંગળ ગ્રહ પર ધરબાયેલા રહસ્યોને જાણવાનો પ્રયાસ કર્યો છે. અને તેમાં અમેરીકાએ સફળતા મેળવી છે. અમેરીકાએ ફરી એક વાર મંગળની સપાટી પર એક હજાર કિલોના રોવરનું સફળતાપુર્વક ઉતરાણ કર્યુ છે. જે ખરેખર એક મોટી સિદ્ધિ ગણી શકાય તેમ છે. આ રોવરની મદદથી મંગળ પર જીવન શક્ય છે કે નહી તેનો ફરી અભ્યાસ કરાશે. આ રોવર દસ વર્ષ સુધી અભ્યાસનો નિયમિત રીપોર્ટ ધરતી પર વૈજ્ઞાનિકોને કરશે.

  • જીવનની સંભાવનાઓની કરશે શોધ
  • મંગળ ગ્રહ પર ધરતીનો વધે એક મહેમાન પહોચી ગયો છે..
  • અમેરીકી અંતરિક્ષ એજન્સી નાસાએ ૧૮ ફેબ્રુઆરીની રાત્રીએ..,
  • પોતાના માર્સ પર્સિવરેંસ રોવરને જેજેરો ક્રેટરમાં સફળતા પુર્વક લેન્ડ કરાવ્યુ છે.,
  • તેની સાથે અમેરીકા મંગળ પર સૌથી વધારે રોવર મોકલનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.

આ રોવરને મંગળ પર મોકલવાનો ઉદેશ્ય પ્રાચીન જીવનની શોધ કરવી. માટી અને પત્થરોનું સેમ્પલ લઇને ધરતી પર પરત આવવું છે. તમને જણાવી દઇએ કે જેજેરો ક્રેટર મંગળ ગ્રહનો અત્યંત દુર્ગમ વીસ્તાર છે. જેજેરો ગ્રેટરમાં ઉંડી ખીણો, તીખા પહાડ, અને રેતીના ઢગલા છે. અને મોટા પથ્થરોનો એમ સમજી લો કે તે સમુદ્ર છે. તેવામાં પર્સિવરેંસ રોવરને લેન્ડિંગની સફળતા પર આખા દુનિયાના વૈજ્ઞાનિકોની નજરો અટકલી હતી. નાસાએ પહેલાં જ કહયુ હતુ કે, અત્યાર સુધીની આ સૌથી સચોટ લેન્ડિંગ હતું.

Image result for mars

એવું માનવામાં આવી રહુ છે કે,જેજેરો ક્રેટરમાં પહેલાં નદી વહેતી હતી. જે એક સરોવરમાં જઇ ને મળતી હતી. તે પછી ત્યાં પંખાના આકારના ડેલ્ટા બની ગયા છે. બની શકે કે ત્યાં જીવનના સંકેત મળી શકે.

નાસાના વૈજ્ઞાનિકો માટે બીજી સૌથી મોટી ચિંતા એ હતી કે મંગળ ગ્રહના વાયુમંડળમાં પર્સિવરેંસ રોવરની એન્ટ્રી તેનું ડિસેન્ટ અને લેન્ડીંગ જો કે આ તમામ કામો માટે સાત મિનિટનો સમય લાગ્યો.આ સાત મિનિટ સુધી નાસાના વૈજ્ઞાનિકોના શ્વાસ અધ્ધર ચાલી રહયા હતા. કારણ કે મંગળ ગ્રહ પર પર્સિવરેંસ રોવરની લેન્ડિંગની દરેક જાણકારી ધરતી પર વૈજ્ઞાનિકોને ૧૧ મિનિટ ૨૨ સેકન્ડ પછી મળી રહી હતી.

Image result for mars

પર્સિવરેંસ માર્સ રોવર ૧૦૦૦ હજાર કિલોગ્રામનું જવન ધરાવે છે. જયારે ઇંજીન્યુટી હેલીકોપ્ટર ૨ કિલોગ્રામનું વજન ધરાવે છે. માર્સ રોવર પરમાણું ઉર્ઝાથી ચાલશે. એટલે કે પહેલીવાર કોઇ રોવરમાં પ્લુટોનિયમનો ઇંધણ તરીકે ઉપયોગ કરાયો છે. આ રોવર મંગળ ગ્રહ પર ૧૦ વર્ષ સુધી કામ કરશે.  તેમાં સાત ફૂટનો રોબોટ આર્મ.,૨૩ કેમેરા અને એક ડ્રીલ મશીન મુકવામાં આવ્યુ છે. જે મંગળ ગ્રહની તસવીરો, વિડીયો અને તેના નમૂના લેશે.

Corona Update / ફરી એક વખત કોરોનાનાં પૈડા થંભી ગયા, રાજ્યમાં નવા કેસ કરતા સ્વાસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો

પર્સિવરેંસ માર્સ રોવર ઇંજીન્યુટી હેલીકોપ્ટર મંગળ ગ્રહ પર કાર્બન ડાઇઓક્સાઇડથી ઓક્સીજન બનાવવાનું કામ કરશે. મોસમનો અભ્યાસ પણ કરશે. તે જમીનની નીચે જીવન સંકેતો સિવાય પાણીની શોધ અને તેને સંબંધિત તપાસ પણ કરશે. કારણ કે ભવિષ્યમાં મંગળ ગ્રહ પર જનારા એસ્ટ્રોનેટને આસાની થઇ શકે. રોવરમાં લગાવેલું માર્સ એનવાયરલમેન્ટલ ડાયનેમિક્સ એનાલાઇઝર એ જણાવશે કે મંગળ ગ્રહ મનુષ્યને રહેવા માટેની લાયક સ્થિતી છે કે નહી. તેમાં તાપમાન.,ધૂળ, વાયુનું દબાણ, રેડિએશનનો અભ્યાસ કરશે.

Covid-19 / મહારષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં!! અમરાવતીમાં લોકડાઉનના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

6 પૈડા વાળુ રોબટ સાત મહિનામાં 47 કરોડ કિલોમીટરની યાત્રા પુરી કરીને ઝડપથી પોતાના લક્ષ્યની નજીક પહોંચ્યું. તેની અંતિમ સાત મિનિટ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક રહી. તે સમયે તે માત્ર 7 મિનિટ 12 હજાર માઈલ પ્રતિ કલાકની ગતિથી આવ્યું. તે પછી લેન્ડિંગ થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ તેમની ઓફિસમાં આ લેન્ડિંગ જોયું.

Image result for mars

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં માર્સ પર્સિવરેન્સ રોવર મિશનના લેન્ડિંગ દરમિયાન એક મહિલા સતત સમગ્ર વિશ્વને રોવરની સ્થિતિ વિશે જણાવી રહી હતી. આ મહિલા ભારતીય મૂળની અમેરિકાની વૈજ્ઞાનિક સ્વાતિ મોહન છે. આ મહિલાએ માર્સ પર્સિવરેન્સ રોવરને મંગળ ગ્રહ પર ઉતારવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવી છે.