Corona Update/ ફરી એક વખત કોરોનાનાં પૈડા થંભી ગયા, રાજ્યમાં નવા કેસ કરતા સ્વાસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો

આજે ફરી એક વખત રાજ્યમાં કોરોના નવા કેસ કરતા સ્વસ્થતાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નવા કેસ 266 નોંધવામાં આવ્યા છે જ્યારે 277 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા

Top Stories Gujarat

આજે ફરી એક વખત રાજ્યમાં કોરોના નવા કેસ કરતા સ્વસ્થતાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નવા કેસ 266 નોંધવામાં આવ્યા છે જ્યારે 277 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો તેમાં બ્રેક લાગી હતી તે ફરી એક વખત યથાવત થયો છે.

Covid-19 / મહારષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં!! અમરાવતીમાં લોકડાઉનના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

રાજ્યમાં આજે નવા 266 કેસ નોંધાયા છે જ્યારે વધુ 277 દિવસ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,60,475 દર્દીઓએ કોરોના ને માત આપી છે. રાજ્યમાં મૃત્યુઆંક 4,404 છે જ્યારે રિકવરી રેટ 97.72 નોંધવામાં આવ્યો છે.રાજ્યમાં ગત 16 જાન્યુઆરી થી કોરોના રસીકરણ પ્રારંભ થયો છે ત્યારે આજે 315 કેન્દ્રોમાં 3028 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 8,09,893 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે રાજ્યમાં એક પણ વ્યક્તિને કૂણા કારણે ગંભીર આડ-અસર નોંધવામાં આવી નથી.

Pride / NASAને મંગળ પર રોવર લેન્ડિંગમાં સફળતા અપાવી ભારતીય મૂળની સ્વાતિ મોહને, જાણો કઈ રીતે

રાજ્યમાં હાલ 1684 એક્ટિવ કેસ છે. જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1654 લોકો ની સ્થિતિમાં સ્થિરતા જોવા મળી છે. અત્યાર સુધીમાં 2,60,475 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોના નોંધાયેલા નવા 266 કેસમાં વડોદરામાં 51, અમદાવાદમાં 47, સુરતમાં 46, રાજકોટમાં 29, ગાંધીનગરમાં 10, ખેડામાં 8, જૂનાગઢમાં 7, મોરબીમાં પંચમહાલ, જામનગર અને સાબરકાંઠામાં 6-6 કેસ નોંધવામાં આવ્યા છે.

weapon / રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…