Not Set/ ભારતમાં ધુસાડવામાં આવતા 150 કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો, 8 પાકિસ્તાનીઓની ધરપકડ

મધદરિયેથી પાકિસ્તાની બોટમાં 8 ઇસમોને ગુજરાત ATS, દ્વારકા SOG તથા કોસ્ટગાર્ડે ઝડપ્યા

Gujarat Others

જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બોટ સાથે 8 પાકિસ્તાનીઓ ઝડપાઇ છે. અને 30 કિલો હેરોઇન મળી આવ્યું છે. કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરીને ગુજરાતમાં હેરોઇન ઘુસાડવાનું મોટું ષડયંત્ર ઝડપી પાડ્યું છે. 30 કિલો હેરોઈનનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ 150 કરોડની આસપાસનો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો : સાબરમતી નદીમાંથી તરતા મળ્યા 2 મૃતદેહ, ઘટનાને લઈ મચ્યો ખળભળાટ

ઈન્ડિયન કોસ્ટગાર્ડના અનુસાર, આ ઓપરેશન ગુજરાત એટીએસની સાથે મળીને પાર પાડવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ બંદર પાસેથી એક બોટ પકડાઈ હતી. જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસેથી 30 કિલો હેરોઈન પકડાયું હતું. આ પાકિસ્તાની બોટ ભારતીય જળક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL) ની નજીક પકડાઈ હતી.

એ.ટી.એસ.ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા નાઓને બાતમી મળેલ હતી કે પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારત પાકિસ્તાન IMBL પરથી જખૌથી આશરે 40 નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’ માં આવવાનો છે અને પંજાબ જવાનો છે. જે બાતમી આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્રારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડ ના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહેલ દરમ્યાન ગઇ મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે જખૌથી 40  નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘‘નુહ’’ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ આઠ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલ 30 -કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે 150 -કરોડનો તથા આ પાકિસ્તાની‘નુહ’ બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચો :SRP જવાન ઉપર આભ તૂટ્યું, કોરોનાને કારણે ઘરના બે સભ્યો ગુમાવ્યા

ઉલ્લેખનીય છે કતે, થોડા દિવસ પહેલા પોરબંદરમાં પાકિસ્તાન મેરી ટાઇમ સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટનુ અપહરણ કરાયું છે. જેમાં 6 માછીમારોને બોટ સાથે બંધક બનાવ્યા છે. અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી

આ પણ વાંચો :ઉનામાં બે ડોઝ લીધા બાદ નવાબંદર ના PHC ના તબીબ થયાં કોરોના સંક્રમિત