ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તીડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 5011 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,42,026 ઉપર પહોચ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 49 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મૃત્યુ આંક 47 46 પર પહોચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2525 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,12,151 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 25,129 છે.

અત્યાર સુધીમાં 78,71,091 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 10,31,634 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 89,027,25 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,34,272 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43,474 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.
