- દેશના ગરીબ રાજ્યોમાં ગુજરાત 13મા- ક્રમે,
- ગુજરાતમાં 18.60 ટકા લોકો ગરીબ હોવાનું તારણ,
- નેશનલ મલ્ટીડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ જાહેર,
- કેન્દ્રસરકારના નીતિ આયોગની જાહેરાત,
- ગુજરાતમાં 1.3 કરોડ લોકો ગરીબ,
- ગુજરાતમાં 2.49 કરોડ પૌષ્ટિક આહારથી વંચિત,
- બિહાર દેશનું સૌથી વધુ ગરીબ રાજ્ય
દેશમાં કેટલી ગરીબી છે તે જાહેર કરતો National Multidimensional Poverty Index નીતિ આયોગે જાહેર કર્યો છે. જે મુજબ ગુજરાત રાજ્ય 13 માં ક્રમાંકે છે, જે મુજબ ગુજરાતમાં કુલ વસ્તીનાં 18.60 ટકા એટલે કે 1.3 કરોડ લોકો ગરીબ છે.

આ પણ વાંચો – UP Election / UP માં યોગીનો ખેલ બગાડી શકે છે રાકેશ ટિકૈત, મતદારો પાસે જઇને લગાવશે ‘ભાજપને હરાવો’ નાં નારા
આપને જણાવી દઇએ કે, ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક ગણાય છે તેમ છતાં અહી કુલ વસ્તીની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવી રહી છે. ગુજરાત વિકાસ મોડલ નામનો તો તમે ખૂબ સાંભળ્યુ હશે પણ કેટલો વિકાસ થયો છે તે આ આ આંકડાઓ કઇંક હદ સુધી બતાવે છે. જણાવી દઇએ કે, રાજ્યમાં ગરીબીનું પ્રમાણ જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવાં રાજ્યો કરતાં પણ વધારે છે. નીતિ આયોગનાં ઇન્ડેક્સ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજ્ય છે જ્યાં કુલ 51.91 ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જ્યાં 41.16 ટકા લોકો ગરીબ છે. વળી રાજ્યમાં 18.60 ટકા લોકો ગરીબી હોવાનુ કારણ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે. આ ઇન્ડેક્સ મુજબ રાજ્યમાં 2.49 કરોડ લોકો પૌષ્ટિક આહારથી વંચિત છે. જણાવી દઇએ કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વધુ 6,051 પરિવારોનો BPL પરિવારમાં ઉમેરો થયો છે.

આ પણ વાંચો – 26/11 mumbai attack / 26/11ની 13મી વરસી પર રાજકીય નેતાઓએ આપી શ્રદ્વાંજલિ,વિદેશ મંત્રી કહ્યું ક્યારે ભૂલીશું નહીં
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારીનાં કારણે લાખો લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. આજે ભલે કોરોનાનાં કેસ ઘટી ગયા છે પરંતુ હજુ ઘણા લોકો એવા છે કે જેઓ પરત નોકરી મેળવી શક્યા નથી. જેના કારણે તેઓનું જીવન સંઘર્ષમય બન્યુ છે. આ મહામારીની અસર પણ આ National Multidimensional Poverty Index માં જોવા મળી રહી છે. રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ આ મહામારીનાં સમયે પોતાની નોકરી ગુમાવી હતી.
