વરસાદ/ દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, તાપમાનમાં આવ્યો ઘટાડો

દિલ્હી-એનસીઆર અને આસપાસનાં વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીનાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.

Top Stories India
દિલ્હી વરસાદ

દિલ્હી-એનસીઆર અને આસપાસનાં વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીનાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે 9 જાન્યુઆરી સુધી દિલ્હીમાં વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.

આ પણ વાંચો – કોરોના / આ રાજ્યમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 10 હજારનો દંડ,જાણો વિગત

શનિવારે રાત્રે, હવામાન વિભાગે ટ્વીટ કર્યું કે, સમગ્ર દિલ્હી અને એનસીઆર અને આસપાસનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વિસ્તારોમાં તીવ્રતા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. મળી રહેલી માહિતી અનુસાર, હજુ પણ દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વચ્ચે-વચ્ચે પડી રહેલા વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ ઘટાડો થયો છે. હવામાન વિભાગે 9 જાન્યુઆરી સુધી વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. આગામી કેટલાક કલાકો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે ટ્વીટ કરીને કહ્યું, ‘સમગ્ર દિલ્હી અને દિલ્હી એનસીઆર (ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લબગઢ) કરનાલ, પાણીપત, ગણૌર, સોનીપત, ખરખોડા, ઝજ્જર, સોહના, પલવલ, નૂહ (હરિયાણા), બરૌત, બાગપત (યુપી) અને તિજારા (રાજસ્થાન) અને આસપાસનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે તીવ્રતા સાથે વરસાદ પડશે.

આ પણ વાંચો – Photos / ઓમર અબ્દુલ્લાએ બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં ચલાવી મહિન્દ્રા થાર, ટ્વીટ પર આનંદ મહિન્દ્રાએ કહ્યું,…

દિલ્હીનાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે અને તાપમાનમાં ઘટાડો થયો છે. વળી, બેઘર લોકો વરસાદથી બચવા રાત્રિનાં આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યા છે. વિભાગનાં જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 7 થી 9 જાન્યુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદ થશે. SAFAR અનુસાર, દિલ્હીનાં હવા ગુણવત્તા સૂચકાંકમાં સુધારો થયો છે. રાજધાનીની હવા 132 નાં AQI સાથે ‘ખરાબ’ કેટેગરીમાંથી ‘મધ્યમ’ શ્રેણીમાં આવી ગઈ છે.