ગાંધીનગર/ હિલ ઇન ઇન્ડિયા આ દાયકાની ખૂબ જ મોટી બ્રાન્ડ: PM મોદી

પીએમ મોદી એ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું છે.

Top Stories
પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. આ એપિસોડમાં, પીએમ મોદી એ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન WHOના મહાનિર્દેશક ટેડ્રોસ ઘેબ્રેયસસ અને મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથ પણ હાજર છે.

પીએમ મોદી એ જણાવ્યું હતું કે, આયુષ સેક્ટરમાં વૃદ્ધિથી આયુષની માંગથી ગ્રોથ સતત વધશે. 2014 પહેલા આયુષ સેક્ટરમાં 3 બીલીયન ડોલર કરતા ઓછું હતું, જે 18 બીલીયન ડોલરને પાર કરી ગયું છે. પહેલા જ આમાં અભૂતપૂર્વ તેજી જોઈ રહ્યા છીએ. આયુષમાં ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવ્શન અસિમિત છે. સમય આવી ગયો છે કે આયુષમા ઈન્વેસ્ટમેન્ટ વધારવામા આવે. કોણે વિચાર્યું હતું કે આટલી જલ્દી વેક્સિન બની એ પણ ભારતમાં બનીને તૈયાર થઈ જશે. મોડર્ન ફાર્મા કંપની અને વેક્સિન કંપનીઓએ ઈન્વોસ્ટમેન્ટ મળતા કમાલ કરી નાંખી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, મહામારી દરમિયાન હળદરનું એક્સપોર્ટ વધી ગયું. ઈમ્યિનિટી વધારવામાં હવે આયુષ મદદ કરી રહ્યું હતું. આ વિચાર મને ત્યારે આવ્યો કે જ્યારે સમગ્ર વિશ્વમા મહામારી ફેલાઈ હતી. પ્રથમવાર છે કે આયુષ સેક્ટર માટે આન્વેસ્ટમેન્ટ સમિટ થાય છે. આપડે જોયું છે કે અલગ અલગ સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ માટે સમિટ થાય છે.

પીએમ મોદીએ આગળ જણાવ્યુ કે, આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. અમે પહેલેથી જ આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિના સાક્ષી છીએ. 2014 માં, જ્યાં આયુષ ક્ષેત્ર $3 બિલિયનથી ઓછું હતું. આજે તે વધીને $18 બિલિયનથી પણ વધુ થઈ ગઈ છે. આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણા મોટા પગલા લીધા છે.

થોડા દિવસો પહેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ શરૂ થયો છે. એક રીતે જોઈએ તો ભારતમાં આજે યુનિકોર્નનો યુગ છે. વર્ષ 2022માં જ અત્યાર સુધીમાં ભારતના 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. મને ખાતરી છે કે, ખૂબ જ ટૂંક સમયમાં અમારા આયુષ સ્ટાર્ટઅપ્સ પણ યુનિકોર્ન તરીકે ઉભરી આવશે. પીએમ મોદીએ આગળ જણાવ્યુ કે, FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં ‘આયુષ આહર’ નામની નવી શ્રેણીની પણ જાહેરાત કરી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કેરળના પ્રવાસનને વધારવામાં ટ્રેડિશનલ મેડિસીને ઘણી મદદ કરી છે. આ સામર્થ્ય સમગ્ર ભારતમાં છે. ભારતના દરેક ખૂણામાં છે. હિલ ઇન ઇન્ડિયા આ દાયકાની ખૂબ જ મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધા વગેરે વિદ્યાઓ પર આધારિત વેલનેસ સેન્ટર્સ ખૂબ જ પ્રખ્યાત થઈ શકે છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોએ યોગ અને હવે પરંપરાગત દવાઓ માટે વિશ્વમાં એક સ્થાન બનાવ્યું છે. સમગ્ર વિશ્વમાં લોકો હવે પરંપરાગત દવા તરફ વળ્યા છે. તેમજ હવે નિવારક દવા તરફ આગળ વધવાનો સમય છે.

નોંધનીય છે કે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથએ કહ્યું હતું કે આયુષ રોકાણ અને ઇનોવેશન સમિટમાં ભાગ લેવો મારા માટે ગર્વની વાત છે. WHO અનુસાર, વિશ્વમાં 80 ટકા લોકો પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. આ દવાના જ્ઞાનને માત્ર માન આપવું જોઈએ નહીં, પરંતુ તેને સુરક્ષિત અને પ્રોત્સાહન આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ સમિટ ત્રણ દિવસ સુધી ચાલનાર છે. આ સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે પાંચ પૂર્ણ સત્રો, આઠ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, છ વર્કશોપ અને બે સિમ્પોઝિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:દુનિયાભરમાં 40 વર્ષમાં મોંઘવારીનો ગ્રાફ સૌથી ટોચ પર, અમેરિકાએ આ માટે જણાવ્યું આ કારણ

મંતવ્ય