સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતુ. ત્યારે આજે ન્યાય મળવાની આશા છે. ગુજરાત આખું જ્યારે ન્યાયની રાહ જોવે છે ત્યારે આજે આ કેસમાં કોર્ટચૂકાદો આપવા જઈ રહી છે. સેસન્સ કોર્ટેમાં ગ્રીષ્મા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જેથી આજે કોર્ટ તરફથી હત્યારા ફેનિલ ગોયાણીને કડકમાં કડક સજા ફટકારે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે.
હત્યારા ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે લગાતાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટાબાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી.જે બાદ ગુજરાતભરમાંથી હત્યારાને કડક સજા થયા તેવી માંગ ઉઠી હતી. આજના કોર્ટના ચુકાદાથી પરિવાર યોગ્ય ન્યાય અને કડક સજાની માંગ કરી રહ્યો છે. આ કેસની સુનાવણી કોર્ટે ડે ટુ ડે કરી હતી. આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. હત્યારા ફેનિલે જાહેરમાં ગ્રીષ્માનુ ગળુ કાપી હત્યા કરી દીધી જેથી કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.
મળતી વિગત અનુસાર 6 એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે, સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટું ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી વધુ સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે હવે આજે ગણતરીના કલાકોમાં કોર્ટ તેનો નિર્ણય આપવાની છે જે ફેંસલો ઐતિહાસિક હોય અને અન્ય લોકો આવું અપકૃત્ય કરી શકે નહિ તેના માટે લાલબતી સમાન તેમજ ભોક્તાને ન્યાય મળે તેવી આશાની રાહે સૌકોઈ છે.
આ પણ વાંચો : મુંબઇમાં એક્સપ્રેસ ટ્રેનો એકબીજા સાથે અથડાતા સર્જાયો અકસ્માત,3 ડબ્બા પાટા પરથી ઉતર્યા
