માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ ગુરુવારે કહ્યું કે, વડા પ્રધાન ઇમરાન ખાને આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. તેમણે ટ્વિટ કર્યું કે વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક થશે.NSCએ પાકિસ્તાનમાં સુરક્ષા મુદ્દાઓ પર સંકલન માટેનું સર્વોચ્ચ મંચ છે. તેની અધ્યક્ષતા વડા પ્રધાન કરે છે અને તેમાં મુખ્ય સંઘીય પ્રધાનો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો, સેવા વડાઓ અને ટોચના ગુપ્તચર અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે વડાપ્રધાને નેશનલ એસેમ્બલી (NA)માં તેમની બહુમતી ગુમાવી દીધી છે. કેન્દ્રમાં પીટીઆઈ સરકારના મુખ્ય સહયોગી MQM પાસે નેશનલ એસેમ્બલીમાં સાત બેઠકો છે. પરંતુ બુધવારે તેઓ ઈમરાન ખાનને છોડીને વિપક્ષમાં સામેલ થઈ ગયા હતા.
આ સાથે, વિપક્ષ પાસે હવે 177 MNAનું સમર્થન છે, જે બહુમતી મેળવવા માટે જરૂરી 172 કરતા પાંચ વધુ છે. જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI-F)ના વડા મૌલાન ફઝલુર રહેમાને કહ્યું કે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ પાસે હવે 175 સાંસદો છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ અને વિપક્ષના નેતા શાહબાઝ શરીફને ઈમરાન ખાનની હકાલપટ્ટી બાદ નવા વડાપ્રધાન બનાવવામાં આવશે તેવી જાહેરાત પહેલાથી જ થઈ ચૂકી છે.
ઈમરાન આજે રાત્રે જનતાને સંબોધિત કરશે
ઈમરાન ખાન આજે રાત્રે (31 માર્ચ) દેશની જનતાને સંબોધિત કરી શકે છે. ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને માહિતી આપી. તેમણે કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાન આજે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરશે. જણાવી દઈએ કે આ પહેલા ઈમરાન ખાન 30 માર્ચે દેશને સંબોધન કરવાના હતા, પરંતુ સાંજે સમાચાર આવ્યા કે તેઓ આજે નહીં કરે અને તેમણે દેશને પોતાનું સંબોધન મોકૂફ રાખ્યું.
આ પણ વાંચો:હજુ યોગ્ય સમય નથી…પ્રતીક્ષા કરો, યોગીને મળ્યા બાદ શિવપાલે ભાજપમાં જોડાવાની અટકળો પર કહ્યું
