Not Set/ કામરેજ નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ કરી યુવતીની હત્યા, અને પછી કર્યું એવું કે…

કોલેજમાં ભણતો સુરત ખાતે રહેતો ફેનીલ પંકજભાઈ ગોયાણી નામનો યુવાન ગ્રીષ્માના એક તરફના પ્રેમમાં પાગલ હોય તે અવારનવાર ગ્રીષ્માના ઘરે આવી તેમને હેરાન કરતો હતો..

Gujarat Surat
હત્યા
  • સુરત: કામરેજના પાસોદરા નજીક હત્યા
  • માથાભારે યુવકે એક તરફી પ્રેમમાં કરી હત્યા
  • કેટલાય સમયથી કરતો  હતો યુવતીનો પીછો
  • થોડા સમય પૂર્વે યુવકને આપ્યો હતો ઠપકો
  • યૂવકે સૌ પ્રથમ યુવતીના ભાઈ અને પિતા પર કર્યો હુમલો
  • કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી

સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો એક અપછી એક હત્યાનો કિસ્સો સતત સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કામરેજના પાસોદરા નજીક એક યુવકે એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.  છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને આજે યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો.

આ પણ વાંચો :ભાવનગરમાં મોડીરાત્રે બોઇલર બ્લાસ્ટ થતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત,હોસ્પિટલમાં ખસેડાયા

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે પાસોદરા પાટીયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં રેહતી ગ્રીષ્મા નંદલાલ વૈકરિયા (21) નાઓના સુરત કોલેજમાં અભ્યાસ કરેછે તેમની કોલેજમાં ભણતો સુરત ખાતે રહેતો ફેનીલ પંકજભાઈ ગોયાણી નામનો યુવાન ગ્રીષ્માના એક તરફના પ્રેમમાં પાગલ હોય તે અવારનવાર ગ્રીષ્માના ઘરે આવી તેમને હેરાન કરતો હતો જેથી શનિવારે સાંજે 6.30 કલાકે ફેનિલ ગ્રીષ્માના ઘરે પોહચ્યો હતો તેને હેરાન કરવાનું ચાલુ કરતા પરિવારના લોકો એ વિરોધ કરતા ફેનિલે ગ્રીષ્માના ભાઇ ધ્રુવ તેમજ તેમના કાકા શુભાષભાઇ પર ચપ્પુથી હુમલો કર્યો હતો તેમને ઇજા પોહચાડયા બાદ ગ્રીષ્માને ગળે ચપ્પુ મૂકી બાનમા લઈ લીધી હતી.

પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ ફેનીલ એકનો બે થયો ન હતો પરિવારની સામે ગ્રીષ્માને રેહસી નાખી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફેનિલે પણ ઝરે પી લીધું હતું અને હાથની નસ કાપી નાખી હતી સમગ્ર ઘટનાની અરેરાટી ફેલાઈ ગઈ એક પરિવારે આંખની સામે દીકરી હત્યા થતી હોઈ હતી બીજી તરફ ગ્રીષ્માના ભાઈ અને કાકાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હત્યારો ફેનીલ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળતું છે કામરેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બેને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ પણ વાંચો :STમાં નોકરી અપાવવાનું કૌભાંડ ? સ્ટિંગ ઓપરેશનમાં નિગમના પૂર્વ ડિરેક્ટરે પૈસા લીધાનો કર્યો એકરાર

આ પણ વાંચો :નાના વર્ગના લોકોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી

આ પણ વાંચો :કચ્છના નાના રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવામાં આવશે

આ પણ વાંચો : હેલિકોપ્ટરથી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં જીઓલોજિકલ સર્વે કરાયો, ષ્ટકોણ આકારની