પ્રેમસંબધ,લગ્નેત્તરસંબધ, સહિતના બનાવોને સમાજ સહજતાથી સ્વીકારી શક્તું નથી જેના કારણે અકલ્પીય ઘટાનોઓ બનતી હોય છે એવી જ એક એક્સ્ટ્રા મેરિટલ અફેઅરની ઘટના સામે આવી છે.રાજસ્થાનના જૈસલમેરના સદર વિસ્તારમાં એકસ્ટ્રા મેરિટલ અફેઅરના આરોપ મામલે મ શિક્ષક સાથે યુવકોએ હેવાનિયતની તમામ સીમાઓ પાર કરી દીધી છે. પહેલા આ શિક્ષકને ખુબ મારમાર્યો બાદમાં તેમને ન્યુડ કરીને તેમના વાળ કાપી નાંખ્યા.આ ઉપરાંત તેમની કારને પણ નુકશાન પહોચાડીને સડક પર ઉંધી પાડી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સત્વરે તેમણે આ 15 યુવકો સામે ફરિયાદ નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી, હાલ એકની ધરપકડ કરવામાં પોલીસ સફળ થઇ છે.
Presidential Elections/ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે નોમિનેશન ભરશે, YSRCએ પણ સમર્થન આપ્યું
પોલીસ સૂત્રોના જણવા્યા અનુસાર એક્સ્ટ્રા મેરિટલ અફેઅરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પીડિત ટીચર પરણિત છે. તેમના 2 બાળકો પણ છે. તેઓ કેસુઓની વસતિમાં રહે છે. આરોપી યુવક સદર વિસ્તારના સોજિયોંની ઢાણી ચાંધનના રહેવાસી છે. બંને ગામ વચ્ચે લગભગ 90 કિલોમીટરનું અંતર છે. પ્રાથમિક તપાસમાં આવી જાણકારી સામે આવી છે. જે ગામના આ યુવક છે, તે ગામમાં એક મહિલાના ઘરે ટીચરની અવરજવર હતી. ઘણાં દિવસોથી તે ગામના યુવકો તેમના પર વોચ રાખી રહ્યાં હતા. થોડાં દિવસ પહેલાં ટીચર યુવકોના ગામની એક મહિલાને મળવા ગયા હતા. પાછા ફરતી વખતે લગભગ 15 જેટલાં યુવકોએ તેમને ઘેરી લીધા. પહેલાં તેમને ઢોરમાર માર્યો. પછી તેમના કપડાં ઉતારી નાંખ્યા, અને માથાના વાળ કાપી નાખ્યા. ટીચરે કરગરતા રહ્યાં, પણ તેમનું કોઈએ ન સાંભળ્યું. તે પછી તેમની કારમાં જોરદાર તોડફોડ કરી અને રસ્તા પર ઊંધી કરી દીધી.
Viral Video/ અમેરિકાને એક શબ્દમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરતા આ શું બોલી ગયા જો બિડેન,વીડિયો થયો વાયરલ
આ અંગેની ફરિયાદ પીડિત શિક્ષકના કાકાના છોકરાએ નોંધાવી હતી. આરોપીઓની હેવાનિયતનો વીડિયો બનાવવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. એક યુવક સવાઈ ખાનની ધરપકડ કરવામાં આવી છ,અનેય યુવકોની ધરપકડ માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
