હાલ રાજયમાં કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે . ત્યારે નવા વર્ષે રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. રાજયમાં ૮ મહિના બાદ પહેલીવાર ૧૦ હજારની નજીક નવા કેસ આવ્યા છે. તેમજ રાજકોટમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવનો આંક વધતો જાય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના બ્લાસ્ટ થયો હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
પીડીયું સિવિલ હોસ્પિટલના ૮ તબીબો સહીત ૧૦ કોરોનાની ચપેટમાં આવી ત્યાર બાદ વધુ ત્રણ તબીબોને કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ-આઇસોલેટ કરાયા છે.રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંકમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે લોકો સહીત તબીબો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે.થોડા જ દિવસો પૂર્વે સિવિલ હોસ્પિટલના આંઠ તબીબો અને બે કોમ્પ્યુટર ઓપરેટરો કોરોનાની ચપેટમાં આવી ગયા હતા.
આ પણ વાંચો:ગુજરાત / રાજયમાં આગામી 3 થી 4 દિવસ ઠંડીનો પારો પટકાશે, લોકોને કાતિલ ઠંડીમાઠી મળશે રાહત
રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે એક પછી એક અનેક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યું છે. તેવામાં હવે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા છે. બ્રિજેશ મેરજાએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
હાલ પોઝિટિવી આવેલા તબીબોની સ્થિતિ સ્થિર છે અને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા વ્યક્તિઓની સ્થિતિ પણ સ્થિર છેતેમજપોઝિટિવ આવેલા તબીબોના સંપર્કમાં આવેલા અન્યનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે,કોરોનાને માત આપવા માટે વેક્સિનેશન રામબાણ ઈલાજ છે.જેથી સમયસર વેક્સિનનો ડોઝ લેવો અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો:કોરોના સંક્રમિત / ગુજરાતના વધુ એક નેતા થયા કોરોના સંક્રમિત, જાણો હવે કોણ આવ્યું પોઝિટિવ
