Not Set/ રાજકોટમાં Jet ગતિએ સ્પોર્ટ્સ બાઇક ચલાવતા શખ્શે અનેક લોકોને લીધા અડફેટે

તમે ફિલ્મ ધૂમ જોઇ હશે જેમા એક્શનથી ભરપૂર બાઇક સ્ટન્ટ કરીને બતાવવામાં આવ્યા છે.

Ahmedabad Gujarat

તમે ફિલ્મ ધૂમ જોઇ હશે જેમા બાઇકને ઝડપથી ભગાવવામાં આવતી બતાવવામાં આવી છે. આ ફિલ્મ બાદ ઘણા યુવાનોએ સ્પોર્ટ્સ બાઇકને સ્પીડમાં ચલાવવાનું શરૂ કરી દીધુ હતુ. પરંતુ ઘણીવાર આ ઝડપ મોતને વહાલુ કરવા બરોબર બની જાય છે. જે આ યુવાવર્ગ ભૂલી ગયા છે. જણાવી દઇએ કે, ઝડપમાં બાઇક ચલાવવી એક શખ્સને ભારે પડ્યુ છે.

આંશિક રાહત / દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરીમાં જોવા મળ્યો એકંદરે સુધારો

આપને જણાવી દઇએ કે, ગત મોડી રાત્રીએ રાજકોટનાં કાલાવાડ રોડ  પર આવેલા ન્યારી ડેમનાં પાટિયા પાસે એક શખ્સે બાઇક ઝડપથી ચલાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર અનેર લોકોને ઝપટમાં લીધા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.

કોરોના સંક્રમિત / પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી થયા કોરોના સંક્રમિત, લોકોને આપી સાવચેતીની સલાહ

આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમા આ બાઇક સ્પોર્ટ્સ બાઇક હોવાનુ માલૂમ પડે છે. બાઇકની હાલત જોઇને અંદાજો લગાવી શકાય છે કે બાઇકની સ્પીડ કેટલી હશે. આ સ્પોર્ટ્સ બાઇકનું આગળનાં ટાયરમાં ઉપયોગમાં લેવામા આવેલુ મટિરિયલ બેન્ડ થઇ ગયુ હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ