અત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોના દર્દીઓ નિરાશામાં ધકેલાતા જોવા મળી રહ્યા છે. પરંતુ ક્યારેક કોરોના દર્દીઓએ આત્મહત્યા કરતા હોવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. જ્યાં એક કોરોનાગ્રસ્ત મહિલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, રાજકોટ શહેરના સમરસ કોવિડ સેન્ટરના 5 માળેથી કોરોનાગ્રસ્ત મહિલાએ ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલાને કોરોના પોઝિટીવ આવ્યા બાદ માનસિક હતાશામાં આવીને આ પગલુ ભર્યુ હતું.
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ રાજકોટમાં કોરોનાગ્રસ્ત યુવકે હોસ્પિટલમાં જ ઓક્સીજનની પાઈપ વડે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.
આમ કોરોના એ હાહાકાર મચાવી દીધો છે અને ચારે તરફ બસ કોરોનાની જ વાતો થી હવે લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો :દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત બાદ, રેલ્વે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર પ્રવાસી મજૂરોની રાતભર જોવા મળી ભીડ
રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.
આ પણ વાંચો :UP ના 5 શહેરોમાં લોકડાઉનના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ આજે યોગી સરકાર સુપ્રીમકોર્ટના દ્વારે

