કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની રોમાંચક મેચમાં રવિચંદ્રન અશ્વિન અને કેકેઆરનાં કેપ્ટન ઈઓન મોર્ગન વચ્ચે ગરમા-ગરમીનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. જ્યારે અશ્વિન આઉટ થયા બાદ પેવેલિયન તરફ જઇ રહ્યો હતો, ત્યારે તેને KKR ફાસ્ટ બોલર ટિમ સાઉથી અને ઈઓન મોર્ગન સાથે ઝગડો કરતા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
https://twitter.com/pant_fc/status/1442824141313175554?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1442824141313175554%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.cricketnmore.com%2Fcricket-news%2Fkkr-vs-dc-ipl-2021-ravichandran-ashwin-gets-eoin-morgan-for-a-duck-watch-video-84614
આ પણ વાંચો – Cricket / ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટરે માઇનર લીગ ક્રિકેટમાં ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ, Video
બાદમાં રવિચંદ્રન અશ્વિન દિનેશ કાર્તિક દ્વારા વચ્ચે બચાવ કર્યા બાદ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. રવિચંદ્રન અશ્વિન આ ઘટનાથી ખૂબ જ નાખુશ હતો અને ઈનિંગ બ્રેકમાં કોચ રિકી પોન્ટિંગ અને એમ્પાયર સાથે આ મુદ્દે ચર્ચા કરતા જોવા મળ્યો હતો. અશ્વિને આ વાત યાદ રાખી અને ઈઓન મોર્ગન બેટિંગ કરવા આવતા જ તેણે તેનો બદલો લીધો હતો. રવિચંદ્રન અશ્વિને KKR નાં કેપ્ટનને 0 નાં સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. ઈયોન મોર્ગન અશ્વિનની ડિલિવરી સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો અને સ્લિપ પર લલિત યાદવનાં હાથે કેચ આઉટ થયો હતો. ઈયોન મોર્ગનને આઉટ કર્યા બાદ રવિચંદ્રન અશ્વિનની પ્રતિક્રિયા જોવા જેવી હતી. જણાવી દઇએ કે, રવિચંદ્રન અશ્વિન આઉટ થયા બાદ ઈયોન મોર્ગન પાસે ગયો અને તેને કંઈક કહેતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનામાં વરિષ્ઠ ખેલાડી દિનેશ કાર્તિક અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે બાદમાં મામલાને શાંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મામલો દિલ્હીની ટીમની ઇનિંગનો છે, જ્યારે કોલકાતાનાં ફિલ્ડર રાહુલ ત્રિપાઠીએ થ્રો ફેંક્યો અને દિલ્હીનાં કેપ્ટન ઋષભ પંતને અથડાયા બાદ બોલ દૂર ચાલ્યો ગયો. અશ્વિને તકનો ફાયદો ઉઠાવ્યો અને વધારાનાં રન લેવાનો પ્રયાસ કર્યો. તે પછીની ઓવરમાં અશ્વિન ટિમ સાઉથીનાં પ્રથમ બોલ પર કેચ આઉટ થયો હતો.
https://twitter.com/rishobpuant/status/1442837799971921923?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1442837799971921923%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.cricketnmore.com%2Fcricket-news%2Fkkr-vs-dc-ipl-2021-ravichandran-ashwin-gets-eoin-morgan-for-a-duck-watch-video-84614
આ પણ વાંચો – Cricket / ઝુલન ગોસ્વામી ICC મહિલા રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી, કારકિર્દીમાં 600 વિકેટ ઝડપી
આપને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સની ટીમ 10 માંથી 8 મેચ જીતીને ટેબલમાં ટોચ પર છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફ માટે લગભગ ક્વોલિફાય થઈ ગઈ છે. જોકે હજુ પણ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે શરતો અલગ છે. IPL નાં બીજા તબક્કાની ત્રણ મેચમાં, તેઓએ બે મેચ જીતી છે અને એકમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. તેમની 3 અન્ય ટીમો સાથે 8 પોઇન્ટ છે.
