Not Set/ રણવીર શૌરીનો 10 વર્ષનો દીકરો કોરોનાની ઝપેટમાં, અભિનેતાએ કહ્યું- આ લહેર વાસ્તવિક છે

અભિનેતા રણવીર શૌરીનો પુત્ર હારૂન કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે, ત્યારબાદ હવે હારૂન અને રણવીર શૌરીએ પોતાને ક્વોરન્ટાઇન કરી લીધા છે.

Entertainment
રણવીર શૌરીનો

કોરોના વાયરસ ફરી એકવાર તેના નવા વેરિયન્ટ સાથે વિશ્વના લોકોને ઘેરી રહ્યો છે. આ વેરિયન્ટનો ખતરો ભારત પર પણ મંડરાઈ રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને બોલીવુડ પણ તેનાથી બચી શક્યું નથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ એક પછી એક કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. તે જ સમયે, હવે અભિનેતા રણવીર શૌરીનો પુત્ર હારૂન કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે, ત્યારબાદ હવે હારૂન અને રણવીર શૌરીએ પોતાને ક્વોરન્ટાઇન કરી લીધા છે. આ વાતની જાણકારી ખુદ અભિનેતાએ આપી છે.

આ પણ વાંચો : પત્ની ટ્વિંકલ ખન્નાની આ વસ્તુઓ પર અક્ષય કુમારે લગાવ્યો છે પ્રતિબંધ, આ શરતે થાય હતા લગ્ન  

વાસ્તવમાં, રણવીર શૌરી તેના પુત્ર હારૂન સાથે ગોવા વેકેશન પર ગયો હતો, પરંતુ મુંબઈ પરત ફરતી વખતે હારૂનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વાત અભિનેતાએ પોતાના ટ્વીટમાં જણાવી છે. તેણે લખ્યું, ‘હું અને મારો પુત્ર હારૂન રજાઓ ગાળવા ગોવા ગયા હતા અને મુંબઈ પાછા ફરતા પહેલા RT-PCR ટેસ્ટમાં તે કોરોના પોઝિટિવ આવ્યો છે. અમારા બંનેમાં કોઈ લક્ષણો નથી અને અમે તરત જ આગળના પરીક્ષણો સુધી પોતાને અલગ રાખ્યા છીએ.આ લહેર વાસ્તવિક છે.

આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં એક્ટર રણવીર શોરીએ કોરોના વાયરસ સંક્રમિત થયો હોવાની વાત જણાવી હતી અને તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતા. ત્યારબાદ રણવીર શોરીએ ટ્વિટ કરીને ફેન્સને જણાવ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. રણવીર શોરીએ ટ્વિટ કરતા લખ્યું હતું કે એક અઠવાડિયાનું ક્વોરન્ટાઈન અને ટ્રીટમેન્ટ પછી આ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એક્ટર રણવીર શોરીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેણે પોતાની તબિયત વિશેની લોકોને જાણકારી આપી હતી. એક્ટર રણવીર શોરીએ જણાવ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ હું સંપૂર્ણરીતે સ્વસ્થ નથી. મને હજુ પણ સ્વાદ પારખવામાં અને સૂંઘવાની શક્તિમાં અડચણ નડી રહી છે.

આ પણ વાંચો :શાહિદ કપૂરને સ્ક્રીન પર જોવા માટે ચાહકોને જોવી પડશે રાહ, ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ થઈ મોકૂફ

બોલિવૂડ એક્ટર રણવીર શોરીની જાણીતી ફિલ્મોમાં ‘લક્ષ્ય’, ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘ખોસલા કા ઘોસલા’, ‘ટ્રાફિક સિગ્નલ’, ‘મિથ્યા’, ‘ફેટ્સો!’, ‘તિતલી’, ‘એ ડેથ ઈન ગુંજ’, ‘સોનચીડિયા’, ‘લૂટકેસ’ વગેરેનો સમાવેશ થાય છે. બોલિવૂડ એક્ટર રણવીર શોરી હાલમાં જ વેબ સિરીઝ ‘મેટ્રો પાર્ક’ની બીજી સિઝનમાં જોવા મળ્યો હતો.

 આ પહેલા પણ ઘણા સ્ટાર્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તાજેતરમાં જ કરીના કપૂર, અમૃતા અરોરા, સીમા ખાન અને માહિન કપૂર કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ તમામ સેલેબ્સે ક્વોરેન્ટાઈનની આગલી રાતે જોરદાર પાર્ટી કરી હતી, જેના કારણે આખું બોલિવૂડ નિશાના પર આવી ગયું હતું. જો કે, હવે કરીના અને અમૃતા અરોરાએ કોરોના વાયરસને માત આપી છે અને તે પછી પણ બંને પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :ગુર્જર સમાજની માંગ, રિલીઝ પહેલા દેખાડવામાં આવે પૃથ્વીરાજ, જાણો શું કહ્યું-કરણી સેનાએ

આ પણ વાંચો :બિકીની પહેરીને હનીમૂન એન્જોય કરતી જોવા મળી શ્રદ્ધા આર્યા, જુઓ વીડિયો

આ પણ વાંચો :આ નિર્માતાએ ખરીદ્યા રાજેશ ખન્નાની બાયોપિકના રાઇટ્સ, હવે લીડ રોલ પર બંધાયું છે સસ્પેન્સ