Cricket/ ન્યૂડીલેન્ડ વિરુદ્ધ મેચમાં સિક્યોરિટી જ્યારે માંગતી રહી બોલ, ફેન બોલ લઇને ભાગી ગયો, Video

આ મેચ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે સ્ટેન્ડ પર બેઠેલો ફેન બોલ લઈને ભાગી ગયો અને સિક્યુરિટી તેની પાસે બોલ માંગતી રહી પરંતુ તે પાછો આપવાને બદલે ફેન ભાગતો જોવા મળ્યો.

Sports
ફેન બોલ લઇને ભાંગી ગયો

જયપુરમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં એક તરફ ખેલાડીઓ ચોક્કા-છક્કાનો વરસાદ કરી રહ્યા હતા, તો ફેન્સ પણ સ્ટેન્ડ પર બેસીને મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક અજીબ કૃત્ય પણ જોવા મળ્યું, જે તમે પહેલા પણ જોયું હશે.

આ પણ વાંચો – India vs Newzealand / આ ખેલાડી બે દેશો તરફથી T20 રમતી વખતે ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

આપને જણાવી દઇએ કે, આ મેચ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે સ્ટેન્ડ પર બેઠેલો ફેન બોલ લઈને ભાગી ગયો અને સિક્યુરિટી તેની પાસે બોલ માંગતી રહી પરંતુ તે પાછો આપવાને બદલે ફેન ભાગતો જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ભારતીય બેટિંગ દરમિયાન બની હતી, જેના કારણે મેચને લાંબા સમય સુધી રોકવી પડી હતી અને એમ્પાયરોએ નવો બોલ મંગાવવો પડ્યો હતો. વળી, જો આ મેચની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાનાં બેટ્સમેન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ચોક્કા અને છક્કા વડે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું.

https://www.instagram.com/tv/CWaSP0Ul8-w/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – India vs Newzealand / ચહરે આપ્યો ગુપ્ટિલને વળતો જવાબ, આપ્યો એવો Look કે મળ્યો અનોખો એવોર્ડ

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરઝની પહેલી મેચમાં રોહિતે 48 રનની ઇનિંગ રમી હતી જ્યારે સૂર્યકુમારે અડધી સદીની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત બાદ હવે ટીમ ઈન્ડિયા બીજી T20માં કિવી ટીમને હરાવીને સીરીઝમાં 2-0થી અજેય લીડ લેવા ઈચ્છશે.