ડ્રગ્સ કેસ/ ફૂલોનો ગુલદસ્તો લઈને અનન્યા પાંડેને મળવા પહોંચ્યો ઈશાન ખટ્ટર? વાયરલ થયો વીડિયો

અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે પણ હાજર છે. હવે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટરે પણ અનન્યાને પ્રોત્સાહન આપ્યું છે. તે તાજેતરમાં અનન્યા…

Trending Entertainment
ઈશાન ખટ્ટર

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે માટે હાલનો સમય મુશ્કેલીઓથી ભરેલો છે. આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. હવે સોમવારે આ જ કેસમાં NCB ફરી તેની પૂછપરછ કરશે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા એવા સેલેબ્સ છે જે અનન્યાને સપોર્ટ કરી રહ્યા છે. અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે પણ હાજર છે. હવે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટરે પણ અનન્યાને પ્રોત્સાહન આપ્યું છે. તે તાજેતરમાં અનન્યા સાથે પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રસ્તા વચ્ચે ફૂલ ખરીદતો પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :DDLJ હવે અમેરિકાના થિયેટરમાં મળશે જોવા, આદિત્ય ચોપરાએ કરી જાહેરાત

અનન્યાના ઘરે પહોંચ્યો ઈશાન ખટ્ટર

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈશાન ખટ્ટર એક દુકાન પર ફૂલોનો ગુલદસ્તો ખરીદતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આ ફૂલોનો ગુલદસ્તો ખરીદ્યા પછી, ઇશાન તેની કારમાં બેસીને અનન્યાની બિલ્ડિંગ તરફ જતો જોવા મળે છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં ઈશાન અનન્યાને મળવા આવ્યો છે અને તેને પૂરો સાથ આપી રહ્યો છે.

https://www.instagram.com/tv/CVXhD8kqRIQ/?utm_source=ig_web_copy_link

ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ઓન-સ્ક્રીન જોડી ભલે પસંદ ન આવી હોય પરંતુ ચાહકો તેમને અંગત જીવનમાં એકસાથે જોવાનું પસંદ કરે છે. બંને ફિલ્મ ‘ખલી પીલી’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી બંને રિલેશનશિપમાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે, મીડિયા સામે, બંને એકબીજાને ફક્ત તેમના સારા મિત્રો કહેતા જોવા મળે છે.

આ પણ વાંચો :આ સેલેબ્સ લગ્નેત્તર સંબંધોના કારણે ચર્ચામાં રહ્યા છે

 મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ અનન્યા પાંડેની બે દિવસમાં કુલ સવા છ કલાક પૂછપરછ કરવામાં આવી છે. શુક્રવારે ચાર કલાક સુધી પૂછપરછ કર્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અનન્યાને સોમવારે પણ બોલાવી છે. શુક્રવારે અનન્યા પાંડેને NCBએ સવારે 11 વાગ્યે આવવાનું કહ્યું હતું. પરંતુ તે લગભગ સાડા ત્રણ કલાક મોડી પહોંચી હતી. આ કારણે અનન્યાને NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનો ઠપકો પણ સાંભળવો પડ્યો હતો. માત્ર શુક્રવારે જ નહીં ગુરુવારે પણ અનન્યા પાંડેને 2 વાગ્યે NCBની ઓફિસે હાજર થવાનું હતું પરંતુ એ દિવસે પણ તે મોડી પહોંચી હતી.

https://www.instagram.com/tv/CVXoHTgjfED/?utm_source=ig_web_copy_link

અહીં નોંધનીય છે કે મુંબઈ ક્રુઝ શિપમાં ડ્રગ્સ મામલે પકડાયા બાદ આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. જેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, જામીન ન મળવાને કારણે આર્યન ખુબ જ ઉદાસ રહેતો હતો. જે બાદ જેલ સત્તાધીશો દ્વારા આર્યન ખાનને પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી. સુત્રો અનુસાર આર્યન ખાનને જેલની લાયબ્રેરીમાંથી બે પુસ્તકો આપવામાં આવ્યા છે. એક પુસ્તકનું નામ ‘Golden Lion’છે, જ્યારે બીજું પુસ્તક રામ અને સીતાની વાર્તાઓ આધારિત છે. સુત્રોએ એમ પણ જણાવ્યું છે કે, આર્યન ખાન બપોરે અને સાંજના સમયે પુસ્તક વાંચે છે.

આ પણ વાંચો :OMG 2 નું પ્રથમ પોસ્ટર રિલીઝ, જુઓ અક્ષય કુમારને ભગવાન શિવના રૂપમાં

આ પણ વાંચો : પ્રભાસના બર્થડે પર રિલીઝ થયું રાધે શ્યામનું ટીઝર, વિક્રમાદિત્ય બધુ જ જાણે છે પણ…

આ પણ વાંચો :બોલીવૂડ દિગ્ગજ એક્ટ્રેસ મીનુ મુમતાઝનું નિધન, મનોરંજન જગત છવાયો શોક