Not Set/ ઇઝરાયલ ગાઝા સીમા પર 9 હજાર સૈનિક મોકલશે

સૈનિક મોકલશે ઇઝરાયલ સીમા પર

World

ઇઝરાયલી વાયુસેનાએ હમાસના આંતરિક સુરક્ષા મુખ્યાલાય અને આયુધ ભંડાર પર હુમલો કર્યો છે. સેનાએ પ્રેસમાં નિવેદન આપ્યું હતું કે વાયુસેનાના લડાકુ વિમાનોએ હમલો કર્યો છે. રફાહ શહેરમાં આંતરિક સુરક્ષા સેવાના પ્રમુખ અને અન્ય વિભાગોના કાર્યાલય છે. આ સાથે 9 હજાર સૈનિકોને તૈયાર રહેવા આદેશ આપ્યો છે.

ઇઝરાયલે જણાવ્યું હતું કે ગાઝા સીમા પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે. હમાસ શાસિત પ્રદેશમાં આક્રમણ  કરવા માટે 9 હજાર સૈનિકોને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યું છે. બન્ને દુશ્મનો યુદ્વ તરફ આગણ વધી રહ્યા છે. મિસ્ર મધ્યસ્થી તરીકે વાર્તાલાપ કરી હતી પરતું કોઇ સફળતા અત્યાર સુધી સાંપડી નથી. ઇઝરાયલમાં ચોથી રાતમાં પણ સાંપ્રદાયિક હિંસા થતાં લડાઇ વધુ આક્રમણ થઇ ગઇ છે. યહુદી અને અરબ સમુહો વચ્ચે લોડ શહેરમાં સંઘર્ષ થઇ ગયો હતો.પોલીસની હાજરી હોવા છંતા પણ ઘટના ઘટી હતી.