IPL 2021/ હર્ષલ પટેલે રચ્યો ઈતિહાસ, બનાવ્યો એવો રેકોર્ડ તોડવો નહી રહે આસાન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં ઝડપી બોલર હર્ષલ પટેલ માટે, IPL ની 14 મી સીઝન અદ્ભુત રહી હતી. તેણે આ સીઝનમાં દરેક મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

Sports
હર્ષલ પટેલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં ઝડપી બોલર હર્ષલ પટેલ માટે, IPL ની 14 મી સીઝન અદ્ભુત રહી હતી. તેણે આ સીઝનમાં દરેક મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. હર્ષલે સોમવારે IPL 2021 ની એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો – IPL 2021 / એવુ તે શું બન્યુ કે વિરાટ કોહલી એમ્પાયર પર ગરમ થયો? જુઓ Video

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હર્ષલે બે વિકેટ લઈને ડ્વેન બ્રાવોનાં આઠ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. હર્ષલે કોલકાતાનાં બેટ્સમેન શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની વિકેટ લઈને IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બ્રાવોનાં રેકોર્ડની બરાબરી કરી હતી. જોકે, રેકોર્ડ પ્રદર્શન છતાં હર્ષલની ટીમને એલિમિનેટર મેચમાં કોલકત્તાનાં હાથે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. આ જીત બાદ કોલકાતાની ટીમ ક્વોલિફાયર-2 માં પહોંચી ગઈ છે, જ્યાં હવે તેઓ બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમ 15 ઓક્ટોબરે દુબઈમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ રમશે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે ટોસ જીતીને સાત વિકેટે 138 રન બનાવ્યા હતા, જે કોલકાતાએ બે બોલ બાકી રહેતા છ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. IPL માં કેપ્ટન તરીકે વિરાટ કોહલીની અંતિમ મેચ હતી અને તે પછી તે ટીમની કેપ્ટનશીપ કરશે નહીં, જેની જાહેરાત કોહલીએ પહેલા જ કરી દીધી હતી. વિરાટની કેપ્ટનશીપમાં બેંગ્લોરે 140 માંથી 66 મેચ જીતી અને 70 માં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – Afaghanistan Cricket / શું ICC અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરશે? CEO એ ટી 20 વર્લ્ડ કપ વિશે મોટું નિવેદન આપ્યું

આ સીઝનમાં હેટ્રિક લેનાર હર્ષલે IPL 2021 માં 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી અને એક જ IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં બ્રાવો સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. IPL ની એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ અને ચેન્નઈ સુપર કિંગ્સનાં ઝડપી બોલર બ્રાવોનાં નામે હતો. બ્રાવોએ 2013 માં 32 વિકેટ લીધી હતી અને ત્યાર બાદ કોઈ બોલર તેનો રેકોર્ડ તોડી શક્યો ન હતો. પરંતુ હવે હર્ષલે તે રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હર્ષલ પહેલેથી જ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો હતો અને તેણે 27 વિકેટ લેવાનો જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેણે આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હેટ્રિક લીધી અને 2019 પછી IPL માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. કોલકાતા સામેની એલિમિનેટર મેચમાં હર્ષલે ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ લીધી હતી.