- જામનગરમાં એક જ પરીવારના પાંચ સભ્યો ગુમ
- ગોકુલનગરમાં વસવાટ કરતો પરિવાર બન્યો લાપતા
- 11 તારીખથી ગુમ થયો પરિવાર
- પોલીસમાં ગુમ થયાની નોધાઇ ફરિયાદ
- પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી
ઘરના સભ્યોમાંથી કોઈ એક ગુમ થઈ જાય તો પરિવારના બીજા સભ્યોની તેને શોધવામાં લાગી જે છે, પરંતુ જામનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરીવારના પાંચ સભ્યો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. શહેરના ગોકુલનગરમાં વસવાટ કરતો પરિવાર ગુમ થયો છે. ઉલ્લેખનીય છે કે, પરિવાર 11 માર્ચથી ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરીવારના સભ્ય અરવિંદભાઈ નિમાવત તેમના પત્ની, એક પુત્રી અને બે પુત્રો એમ કુલ 5 લોકો ગુમ થયા છે. આ પરીવાર ગુમ થયો તેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. હાલ જામનગર સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં હાલ પોલીસે પરીવારની શોધખોળ શરુ કરી છે.
પરીવારના સભ્ય અરવિંદભાઈ નિમાવત તેમના પત્ની, એક પુત્રી અને બે પુત્રો એમ કુલ 5 લોકો ગુમ થયા છે. આ પરીવાર ગુમ થયો તેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. હાલ જામનગર સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં હાલ પોલીસે પરીવારની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચો : સુરતનો આ યુવક પરિવારની સામે જ ગંગાના મોજામાં સમાઈ ગયો, લક્ષ્મણઝુલા નજીકના ઘાટ પર થયો અકસ્માત
આ પણ વાંચો :ગુજરાત CETની પરીક્ષા આ તારીખે યોજાશે
આ પણ વાંચો :ટ્રકમાંથી દારૂ પકડનાર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે પોલીસે અપહરણનો કેસ નોંધ્યો
આ પણ વાંચો :કડીનો લોકોનો પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ, શેરીના શ્વાનની અંતિમવિધી કરી રાખ્યું બેસણું
