Not Set/ કપિલ શર્મા ટેકનોલોજીની મદદથી લાવી રહ્યો છે વધુ એક પાત્ર, શોની મજ્જા થઇ જશે બમણી

ફેમસ કોમેડિયન કપિલ શર્મા પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’માં એક નવું પાત્ર લઈને આવવાનો છે. કપિલે “છેદુલાલ” નામના નવા પાત્રને ચાહકોની સામે રજૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

Entertainment
kapil sharma chhedulal

ફેમસ કોમેડિયન કપિલ શર્મા પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’માં એક નવું પાત્ર લઈને આવવાનો છે. કપિલે “છેદુલાલ” નામના નવા પાત્રને ચાહકોની સામે રજૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ પાત્રની વિશેષતા એ છે કે તેને ઇનોવેટિવ ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જીવંત કરવામાં આવશે. કપિલ શર્મા તેને તેના શોમાં લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ વિશે વાત કરતાં કપિલ શર્માએ કહ્યું, “હું સ્નેપચેટ સાથે હાથ મિલાવીને અમારા દર્શકો સમક્ષ “છેદુલાલ” રજૂ કરવા માટે ઉત્સાહિત છું. હું સ્નેપચેટનો યુઝર છું અને તેણે રજૂ કરેલા વિવિધ AR લેન્સનો આનંદ માણ્યો છે. એપના ફન એલિમેન્ટ અને લેન્સે મારી નજર સહજતાથી પકડી લીધી,તેથી મને લાગ્યું કે, મારા મહેમાનો, દર્શકો અને સ્નેપ વપરાશકર્તાઓને મારું મનોરંજન પ્રદર્શિત કરવા માટે મારા શો કરતાં વધુ સારું પ્લેટફોર્મ બીજું કોઈ નથી.

કપિલ શર્માએ એઆર જેવા બીજા ઘણા પાત્રો રજૂ કરવાની યોજના બનાવી છે. આ અંગે તેણે કહ્યું કે, મને ખાતરી છે કે આ ઘણા AR  પાત્રોમાંનું પહેલું પાત્ર છે જેને હું ‘ધ કપિલ શર્મા શો’ પર દર્શકોનું મનોરંજન કરવા માટે રજૂ કરીશ.” તમને જણાવી દઈએ કે, હાલમાં કીકુ શારદા, સુમોના ચક્રવર્તી, રોશેલ રાવ, સુદેશ લાહિરી, કૃષ્ણા અભિષેક આ હિટ કોમેડી શોનો ભાગ છે.

તાજેતરમાં જ કપિલ શર્મા  2021 ના કરવા ચોથ પર તેની લેડી લવ સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. લગ્ન બાદ 2 બાળકોના પિતા બનેલા કપિલે તેની પત્ની સાથે કરવા ચોથની ઉજવણીની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. એક તસવીરમાં કપિલ પત્ની ગિન્નીને કિસ કરતો જોવા મળ્યો હતો. આ તસવીરોમાં ગિન્ની લાલ સૂટમાં સજ્જ જોવા મળી હતી. બીજી તરફ, કપિલ બ્લેક ટી-શર્ટ સાથે સફેદ સૂટમાં જોવા મળ્યો હતો.