વલસાડ/ લિવ-ઈન પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા 20 વર્ષના યુવકની કરાઇ હત્યા  

બંનેની લગભગ 3 વર્ષ પહેલા સગાઈ થઈ હતી. આ પછી બંને લગભગ 1 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહ્યા હતા. સંજયે લગ્ન કરવાનો ઇનકાર કર્યા…

Gujarat Others
લિવ-ઈન

ગુજરાતમાં કેટલાક લોકો પર 20 વર્ષના યુવકને માર મારીને હત્યા કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, આ યુવકે તેના લિવ-ઈન પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. આ મામલો રાજ્યના વલસાડ જિલ્લાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લાના અંતરિયાળ આદિવાસી ગામ અસલોનામાં પંચાયતની બેઠક બાદ આ ઘટના બની હતી. મૃતક યુવકની ઓળખ સંજય ભુસરા તરીકે થઈ છે. રવિવારે સંજયના મોત બાદ પોલીસે તેની હત્યાના આરોપમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :  સુરતમાં જનતાએ મમતા લજવી, ખેતરમાંથી મળી આવ્યું 7 દિવસના બાળક

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંજયે જેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી તે તેની મંગેતર હતી. આ બંનેની લગભગ 3 વર્ષ પહેલા સગાઈ થઈ હતી. આ પછી બંને લગભગ 1 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહ્યા હતા. સંજયે લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ યુવતીના પિતાએ ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો અને તેને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી.

સંજયને બેરહેમીથી માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગામના કેટલાક લોકો સંજયને માર મારી રહ્યા છે. લડાઈ દરમિયાન સંજય ખાડામાં પડી જાય છે, ત્યારબાદ પણ તેને માર મારવામાં આવે છે. જો કે આ દરમિયાન કેટલાક લોકો આરોપીઓને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ નિષ્ફળ જાય છે.

આ પણ વાંચો : ઘોઘંબામાં સોલવન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત, 15થી વધુ ઘાયલ

હવે આ કેસમાં પોલીસે સંજયની હત્યાના આરોપમાં યુવતીના પિતા લક્ષ્મણ ગવળી, ઉત્તમ ગવળી, છગન ગવળી, રમણ ગવળી, સીતાભાઈ ગવળી, સુનીલ ગવળી અને મહદુ ગવળીની ધરપકડ કરી છે. આ મામલે સંજયના પિતા આનંદ ભુસરાએ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :ગોંડલના મોવિયા શ્રીનાથગઢ રોડ પર છોટા હાથી મેટાડોર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વૃદ્ધોના મોત

આ પણ વાંચો :ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિજાપુરમાં મહિલા થઈ સંક્રમિત

આ પણ વાંચો : પેપર લીક મુદ્દે તપાસનો ધમધમાટ, પોલીસે અત્યાર સુધીમાં 16ની કરી અટકાયત