કળિયુગમાં પ્રસિદ્ધ ગુજરાતી કહેવત ‘છોરું કછોરું થાય પરંતુ, માવતર કમાવતર ન થાય’ તે કહેવત ખોટી પડી છે. સુરતમાં ફરી એકવાર માતાએ મમતા લજવી છે. શહેરના ડિંડોલી-સાણીયા રોડ પર આવેલા એક ખેતરમાં સાત દિવસું બાળક મળી આવ્યું છે. એક ખેતરમાં બાળકને પડેલું જોઈએ મજૂર મહિલાઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો બાળકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિજાપુરમાં મહિલા થઈ સંક્રમિત
108 એમ્બ્યુલન્સનાં સિસ્ટર ડોક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, આજે બપોરે અમને ડિંડોલી સણીયા રોડનો કોલ મળ્યો હતો. અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યાં ખૂબ જ ભીડ હતી અને અમે જોયુ કે એક મહિલા નવાજત બાળકને ખોળામાં લીધુ હતુ ત્યાર બાદ મેં ખોળામાં લઇ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને આવી. જો કે, ડોક્ટરે તપાસ કરતા બાળક તંદુરસ્ત છે. તેને હાલ હોસ્પિટલના NICU વોર્ડમાં મુકવામાં આવ્યુ છે.
બાળકનું કોઈ વાલી વારસ મળી આવ્યું નથી. બાળક હેલ્ધી હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. હાલ બાળકને NICUમાં દાખલ કરાયું છે. પોલીસે ગુનો નોંધી વાલી વારસને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. નવજાત બાળક કોઈ મજૂર મહિલાનું હોય શકે એવું પ્રાથમિક તારણ કાઢ્યું છે.
સદનસીબે બાળકનો આબાદ બચાવ
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા ઘણા બનાવ પ્રકાશમાં આવ્યા છે, જેમા બાળક મૃત હાલતમાં મળી આવતા હોય છે, પણ આ ઘટનામાં સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો છે. જો કે, અહી પ્રશ્ન એ થાય છે કે, એ માતાની એવી તે કઈ સમસ્યા હશે કે એણે આ બાળકને દુનિયા જોવા પહેલા જ મૃત્યુના દ્વારે મુકવુ પડ્યુ? ત્યારે “મા તે મા બાકી બધા વગડાના વા” અને “જનનીની જોડ શખી નહી જડે રે લોલ ” જેવી તમામ કવિતાઓ અહી ખોટી સાબીત થતી હોય એ પ્રમાણે એક નિષ્ઠુર જનેતાનુ કૃત્ય સામે આવ્યુ છે.
આ પણ વાંચો :રાજ્યમાં વધુ એક દુષ્કર્મના આરોપીને સજા એ મોતનો હુકમ
આ પણ વાંચો :રાજકોટમાં બની બે અલગ અલગ અકસ્માતની ઘટના, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ
આ પણ વાંચો :નવસારીમાં પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી, પછી કર્યું આવું…
આ પણ વાંચો : એચ.કે.ઝાલા DLSS સ્કૂલના 3 ખેલાડી ફેન્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા
