Politics/ કેજરીવાલે કોરોના સામે ફ્રન્ટ લાઇનમાં ઉભેલા ડોક્ટરોને ‘Bharat Ratna’ આપવાની કરી માંગ

આજે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર શાંત થઇ ગઇ છે. હવે દૈનિક કેસો ઓછા સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાકાળમાં, સુપર હીરો અને ગોડ્સ જેમને માનવામાં આવે છે તે આપણા ડોકટરો છે.

Top Stories India

આજે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર શાંત થઇ ગઇ છે. હવે દૈનિક કેસો ઓછા સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાકાળમાં, સુપર હીરો અને ગોડ્સ જેમને માનવામાં આવે છે તે આપણા ડોકટરો છે. આ સંકટનાં સમયે, જો આપણે આ કપરા સમયે દેશને વિનાશથી બચાવી શક્યા છીએ, તો આમાં ડોકટરોનો મોટો ફાળો છે. જો ડોકટરો તેમના જીવનની સંભાળ લીધા વિના દેશની સેવા ન કરતા, તો આપણે ક્યારેય જીવલેણ કોરોના વાયરસ સામે લડી ન શકતા. તેમની નિઃસ્વાર્થ સેવા અને યોગદાનને ધ્યાનમાં રાખીને દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ડોકટરો અને આરોગ્ય કાર્યકરો માટે ભારત રત્નની માંગ કરી છે.

મહિલા સુરક્ષા પર સવાલ! / મહિલાને માર મારતો આ વીડિયો તમારા હોશ ઉડાવી દેશે, જુઓ Video

તેમણે કહ્યું કે કોવિડ-19 સામેનાં યુદ્ધમાં જેઓ ફ્રન્ટ લાઇનમાં ઉભા છે અને તેનો મુકાબલો કરી રહ્યા છે તેમને ભારત રત્ન આપવામાં આવવું જોઇએ. તેમણે કહ્યું, કોરોના સામેનાં યુદ્ધ દરમ્યાન પોતાનો જીવ ગુમાવનારા ડોકટરોને આ સાચી શ્રદ્ધાંજલિ હશે. આપને જણાવી દઇએ કે, ભારત રત્ન દેશનો સર્વોચ્ચ સન્માન છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, “આ વર્ષે એક” ભારતીય ડોક્ટર “ને ભારત રત્ન મળવો જોઈએ. ભારતીય ડોક્ટર એટલે બધા ડોકટર્સ, નર્સો અને પેરામેડિક. શહીદ ડોકટરોને આ વાસ્તવિક શ્રદ્ધાંજલિ હશે. આ તે લોકોનું સન્માન હશે જેઓ તેમના જીવન અને પરિવારની ચિંતા કર્યા વિના સેવા આપે છે. સમગ્ર દેશ આ સન્માન આપવાથી ખુશ થશે.

મહામારીનો ડર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 43 હજારથી વધુ કેસ, રિકવરી રેટ 97.09% પર પહોંચ્યો

આપને જણાવી દઈએ કે, દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ પહેલા દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વાયરસ ચેપથી લોકોનાં જીવ બચાવવા ડોકટરોનાં યોગદાનની પ્રશંસા કરી હતી, તેમણે કહ્યું હતું કે, તેમની સરકારે દેશમાં મજબૂત તબીબી માળખાગત વિકાસ પર સૌથી વધુ ભાર આપ્યો છે. રાષ્ટ્રીય તબીબી દિવસ નિમિત્તે ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા આયોજીત કાર્યક્રમમાં દેશનાં તબીબી જગત સાથે સંકળાયેલા લોકોને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે, દેશનાં તબીબો અને ડોક્ટરોએ કોરોના સામે જંગમાં જેટલા પડકારો આવ્યાા, તેટલા જ સમાધાન તપાસ્યા અને અસરકારક દવાઓ બનાવી.