અસલામત અમદાવાદમાં ફરી એક વાર નજીવી બાબતે જીવેલણ હુમલાની ઘટના બની છે. રામોલનાં ખાનવાડીમા ગઈ કાલે મોડી સાંજે બે જૂથ સામ – સામે આવી ગયા હતા. જાહેર રોડ ઉપર તલવારો અને છરીઓ ઉછળતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સામ સામે ઘાતક હથિયારો વડે થયેલા જીવલેણ હુમલામાં પાંચ વ્યકતિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રામોલ પોલીસે બંને પક્ષ તરફ હત્યાની કોશિશની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
રામોલના ખાનવાડીમાં ગઈ કાલે મોડી સાંજે લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે જાહેર રોડ ઉપર “મારો..મારો..કાટ ડાલો “ની બુમાબુમ થતા લોકો પોતાના ઘરની બહાર દોડીને આવી ગયા હતા. રોડ ઉપર કેટલાક ઈસમો ઘાતક હથિયારો વડે એકબીજાની ઉપર હુમલો કરી રહ્યા હતા. લોકોને ખ્યાલ નહતું આવી રહ્યું હતું નકે ક્યાં કારણસર મારામારી થઇ રહી છે. જાહેરમાં તલવારો અને છરીઓ ઉછળી જોતા લોકો ખુબજ ભયભીત બની ગયા હતા.
સમગ્ર બનાવમાં વસીમ ઉર્ફે જાડિયા , ઈમ્તિયાઝ શેખ, આસિફ શેખ , અકબર વોરા અને રિયાઝ નામની વ્યક્તિને તલવાર અને છરીના અનેક ઘા વાગ્યા હતા. આસપાસના લોકોએ 108 ને ફોન કરીને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે રફીક શેખ , ઈમ્તિયાઝ શેખ, વસીમ શેખ, અને આસિફ શેખ સામે IPC ની કલમ 307 મુજબની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજા પક્ષના અકબર વોરા , ઈલિયાસ વોરા, બાબા ખાન ઉર્ફે બચુડી અને રિયાઝ અન્સારી ની સામે IPC ની કલમ 326 મુજબનો ગુનો દાખલ કર્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
